તમારા જન્મના મૂળાક્ષર પરથી જાણો તમારા માટે કયા ક્ષેત્રમા કરિયર બનાવવુ શ્રેષ્ઠ ગણાય છે?

જો તમે પણ એક એવી સફળતા ની રાહે બેઠા છો કે જે તમારા મન ને શાંતિ અપાવે તો તે માટે જ્યોતિષશાસ્ત્ર તમને અમુક હદ્દ સુધી સહાયરૂપ બની શકે. મિત્રો , હાલ વર્તમાન સમય ના યુવાઓ માટે સૌથી જટિલ પ્રશ્ન એ છે કે તમને કઈ વસ્તુ મા રસ છે તેનો તેમને ખ્યાલ જ નથી હોતો. તેઓ કન્ફ્યુઝ થઇ જતા હોય છે. હાલ આ લેખ મા તમારી બધી જ મૂંઝવણો ને દૂર કરીશુ.

જ્યોતિષશાસ્ત્ર ની સહાયતા થી તમે એ પણ જાણી શકો કે તમને કયા ક્ષેત્ર મા સૌથી વધુ સફળતા પ્રાત થશે. જો તમે કોઈપણ ક્ષેત્ર મા હ્રદયપૂર્વક પરિશ્રમ કરો એટલે તમને ૧૦૦% સફળતા પ્રાપ્ત થશે. પરંતુ , હાલ અહી જન્માંક ના આધારે તમને જે-તે ક્ષેત્ર મા સફળતા મળવા નુ દર્શાવશે તે તમારા મન ને શાંતિ પણ આપશે.

ધારો કે , કોઈ વ્યક્તિ ની જન્મતારીખ ૧૯/૦૬/૧૯૯૬ છે તો આ વ્યક્તિ નો ભાગ્યાંક શુ હશે તેના વિશે માહિતી મેળવીએ.

તારીખ માસ વર્ષ ને ૧+૯+૦+૬+૧+૯+૯+૬ = ૪૧ ત્યારબાદ ફરી સરવાળો ૪+૧ = ૫. તમારી જન્મ તારીખ, માસ તથા વર્ષ ના અંકો નો સૌપ્રથમ ઉપર મુજબ સરવાળો કરો. ત્યારબાદ તેનો જે ટોટલ આવે તે અંકો નો ઉપરોક્ત સરવાળો કરી ને જે જવાબ આવે તે તમારો ભાગ્યાંક ગણાશે. અહી આપણે જે જન્મતારીખ , જન્મ નો માસ તથા જન્મ વર્ષ લીધુ છે તે અનુસાર તેનો ભાગ્યાંક ૫ આવે છે. આ રીતે તમે પણ તમારો ભાગ્યાંક શોધી શકો છો. ભાગ્યાંક હંમેશા ૧ થી ૯ ની વચ્ચે જ આવશે.

મૂળાંક – ૧ :
આ અંક ધરાવતા જાતકો નો પ્રતિનિધિ ગ્રહ સૂર્ય હોય છે. આ મૂળાંક મા જન્મ લેનાર વ્યક્તિ મા નેતૃત્વ નો અદ્દભૂત ગુણ સમાવિષ્ટ હોય છે. આ લોકો ને જીવન મા હંમેશા કઈક એડવેન્ચરસ કરવા ની આદત હોય છે જેથી તેઓ ભવિષ્ય મા એક સફળ ધંધાર્થી પણ બની શકો છે અને જો તેઓ નોકરી કરવા ઈચ્છતા હોય તેમણે મેનેજમેન્ટ સાથે સંકળાયેલી નોકરી લેવી જોઈએ.

મૂળાંક – ૨ :
આ જાતકો નો સ્વભાવ અત્યંત રચનાત્મક હોય છે તેમને કળા પ્રત્યે વધુ પડતુ આકર્ષણ હોય છે. તેઓ આર્ટ , પેઈન્ટ , ડાન્સ , ફેશન વગેરે જેવા ક્ષેત્રો મા જોડાઈ ને એક સફળ કરિયર નુ નિર્માણ કરી શકે.

મૂળાંક – ૩ :
આ જાતકો નુ પ્રતિનિધિત્વ ગુરૂ ગ્રહ દ્વારા કરવા મા આવે છે. આ લોકો નાણાકીય સંબંધિત નિર્ણયો ખૂબ જ મજબૂતાઈ થી લઈ શકે છે. આ લોકો મૃદુ સ્વભાવ ધરાવે છે. આ લોકો બેન્કિંગ ક્ષેત્રે પણ એક ઉજ્જવળ કરીયર બનાવી શકે. આ ઉપરાંત તે લોકો પોતાનો રીટેઈલ વ્યવસાય કરી ને પણ સારી એવી સફળતા મેળવી શકે.

મૂળાંક – ૪ :
આ જાતકો પરંપરાઓ મા વધુ પડતો વિશ્વાસ ધરાવતા નથી. આ લોકો ની નિર્ણય શક્તિ થોડી કમજોર હોય છે. પરંતુ , આ લોકો એક્ટિંગ ની કળા મા નિપુણ હોય છે. આ લોકો એ અભિનય ક્ષેત્ર મા સારા કરીયર નુ નિર્માણ કરી શકી છે. આ લોકોએ જુગાર-સટ્ટા થી બચી ને રહેવુ નહીતર તેમના જીવન મા ધનહાનિ નુ સર્જન થઈ શકે.

મૂળાંક – ૫ :
આ જાતકો ની અંદર ખૂબ જ અદ્દભૂત નિર્ણયશક્તિ હોય છે. તેમની વાતચીત કરવા ની તકનીક પણ ઘણી અદ્દભૂત હોય છે. તેઓ પોતાની કોઈપણ વાત સામેવાળી વ્યક્તિ ને મનાવવા ની ક્ષમતા ધરાવે છે. તેઓ ને કોઈપણ જાત નો રિસ્ક લેવા મા જરાપણ ડર લાગતો નથી. આ લોકો તકનીકી અથવા ખેલકુદ વગેરે જેવા ક્ષેત્રો મા કરિયર બનાવે તો તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે.

મૂળાંક – ૬ :
આ જાતકો નુ પ્રતિનિધિ શુક્રગ્રહ દ્વારા કરવા મા આવે છે. તેમને હંમેશા લોકો ની ચર્ચા મા બની રહેવુ વધુ પડતુ પસંદ પડે છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. આ જાતકોએ મુખ્યત્વે હોટલ મેનેજમેન્ટ, લક્ઝરી ઉત્પાદન, મનોરંજન, સિનેમા વગેરે જેવા ક્ષેત્રોમા પોતાનુ કરિયર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

મૂળાંક – ૭ :
આ જાતકો માટે અધ્યયન ખૂબ જ વિશેષ રહ્યુ છે. તેમનુ મગજ હંમેશા વિવિધ પ્રકાર ના આઈડીયા ધરાવતુ હોય છે અને સફળતા મેળવવા માટે નવા-નવા આઈડીયા શોધવા ના પ્રયાસો કરતા હોય છે. આ લોકોએ એવા ક્ષેત્ર મા પોતાનુ કરીયર બનાવવુ જોઈએ કે જેમા તેમણે પોતાનુ મગજ ચલવવા ની તથા પોતાના વિચારો રજૂ કરવા ની તક મળે.

મૂળાંક – ૮ :
આ જાતકો મુખ્યત્વે પ્રારંભિક સમયગાળા મા પોતાના કરિયર ને લઈ ને ઘણો સંઘર્ષ અનુભવે છે. સ્વભાવ ના આ લોકો ખૂબ જ સરળ અને સ્પષ્ટ બોલનારા હોય છે. તેઓ પોતાના પરિશ્રમ થી એક મુકામ સુધી પહોચી શકે છે. આ જાતકો રાજનીતી , પ્રોપર્ટી તથા ફાઈનાન્સ જેવા ક્ષેત્રો મા પોતાનુ કરીયર બનાવી શકે.

મૂળાંક – ૯ :
આ જાતકો ને રમત-ગમત મા વધુ પડતો રસ હોય છે. જો તેઓ આ ક્ષેત્ર મા પોતાનુ કરિયર બનાવે તો તે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત તે રસાયણ ક્ષેત્ર મા પણ સારા એવા કરીયર નુ નિર્માણ કરી શકે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,336 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>