એવુ માનવામા આવે છે કે આપણી જૂની પરંપરાઓ સાથે આમ તો કોઈને કોઈ રીતે વિજ્ઞાન એ સંકળાયેલુ હોય છે અને ઘરેણાની વાત કરીએ તો તમે માથા પર ચાંલ્લો લગાવવાથી લઈને તમારા પગમા ઝાંઝર પહેરવા પાછળ પણ શણગાર સિવાયના અન્ય કારણો છુપાયેલા છે.
તમારા પગમા પહેરવામા આવતા ઝાંઝર એ સ્ત્રીઓના પગની સુંદરતાને વધારવાની સાથે સાથે તેના સ્વાસ્થ્યને પણ અનેક રીતે ફાયદો પહોંચાડે છે. અને વાસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો આ ઝાંઝરના અવાજથી તમારા ઘરની નકારાત્મક શક્તિઓ એ ઓછી થઈ જાય છે અને તમારા ઘરમા દૈવી શક્તિઓ એ વધી જાય છે.
આ સિવાય વૈજ્ઞાનિક રીતે પણ જોવા જઈએ તો તમારી ચાંદીની પાયલ એ મહિલાઓના શરીરમા બદલાતા હોર્મોન્સની મુશ્કેલીઓને દૂર કરવામા પણ મદદ કરે છે અને પાયલમા રહેલા આ ધાતુના તત્વો એ શરીરમા પ્રવેશે છે જેનાથી તમને ઢીંચણનો દુ:ખાવો અને આ સિવાય પીઠનો દુ:ખાવો અને એડી અને હિસ્ટીરિયા વગેરે રોગોમા તમને રાહત મળે છે.
અને જે મહિલાઓને પગમા સોજા આવવાની સમસ્યા હોય તેને આ ચાંદીની પાયલ પહેરવાની સલાહ આપવામા આવે છે આનાથી તમારા બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે છે અને પગના સોજામા તમને પ્રાકૃત્તિક રીતે લાભ પણ મળે છે.
જો તમને પગમા ચાંદીની ઝાંઝર પહેરવાથી મહિલાઓમા સ્ત્રી રોગ સંબંધી ઘણી સમસ્યાઓ જેમ કે વ્યંધત્વ અને હોર્મોન્સનુ અસંતુલન અને પ્રસુતિને લગતી તમામ સમસ્યાઓ એ દૂર થાય છે.
આ સિવાય ઝાંઝર પહેરવાથી તમારા શરીરમા ઉર્જા હંમેશા જળવાઈ રહે છે અને ચાંદી એક એવી ધાતુ છે જે તમારા શરીરની ઉર્જાને સતત જાળવી રાખે છે અને ચાંદીની પાયલ પહેરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.
તમને નહિ જાણતા હોય કે પગમા ઝાંઝર પહેરવાથી થાય છે એટલા ફાયદા, જે જાણી તમને આશ્ચર્ય થશે
4,645 views