મિત્રો થોડા દિવસ પછી જન્માષ્ઠમી આવે છે. દર જન્માષ્ઠમી એ આપણે કઈક ને કઈક નવું બનાવતા હોઈએ છીએ. તો આ જન્માષ્ઠમી ના દિવસે સ્વાદિષ્ઠ બેસનના લાડવા બનાવો. અને તમારા પરિવારને ખવરાવો. તમે પણ ખુશ અને એ પણ ખુશ.
સામગ્રી:
કરકરો ચણાનો લોટ
દળેલી ખાંડ
ઘી
કાજુ બદામનું કતરણ
રીત:
સૌપ્રથમ તમારા ગૅસ ના ચૂલને ઓન કરો ત્યાર બાદ એક પેન માં કરકરા ચણાના લોટ માં ઘી નું મોણ આપો. મોણ દઈને પછી તે લોટ ચાળી લેવો.
ત્યારબાદ કડાઈમાં ઘી નાખી લોટ ધીમા તાપે શેકવાનો છે. લોટ શેકાઈ જવા આવશે ઍટલે તેમાથી ઘી છૂટું પડી જશે. એકદમ બદામી રંગનો લોટ શેકવો.
લોટ શેકાઈ ગયા પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લેવો. થોડું ઠંડુ થાય પછી તેમાં જરૂર મુજબ દળેલી ખાંડ ઉમેરી દો અથવાતો ખાંડની સાચણી બનાવીને ઉમેરો.
સરખી રીતે હલાવી લેવું બધુ સરસ ભળી જાઈ પછી તેમાં કાજુ બદામ નું કતરણ નાખી દેવું. લાડુ નો કલર પણ નાખી શકાઈ છે. જેથી લાડુ જોવામાં સારા દેખાશે. પછી તેના નાના નાના લાડુ વાળવા તો તૈયાર છે બેસન ના લાડુ.