T20 WC :- ગેલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 47 બોલમાં ફટકારી અફલાતૂન સદી

hris-Gayle-of-West-Indies-celebrates-his-double-century

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રીસ ગેલે બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડીયમાં ઇંગ્લેન્ડના વિરુદ્ધ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. ગેલે બેટિંગ કરતા સમયે ફક્ત 47 બોલમાં આંતરરાષ્ટ્રીય T20 માં પોતાની બીજી સેન્ચ્યુરી ફટકારી. આ સમયે ગેલે 4 ચોગ્ગા અને 11 છક્કા લગાવ્યા.

આના પહેલા ગેલે વર્ષ 2007 ના પહેલા T20 વિશ્વ કપમાં જોહૅનેસ્બર્ગ માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 50 બોલમાં સેન્ચ્યુરી કરી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ‘રિચાર્ડ લેવિ’ના નામે છે.

તમને જણાવી દઈએ કે લેવી એ 19 ફેબ્રુઆરી 2012માં હેમિલ્ટનમાં ન્યુઝિલેન્ડની વિરુદ્ધ ફક્ત 44 બોલમાં સેન્ચ્યુરી કરી હતી. આ જ લીસ્ટમાં બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ‘ફોફ ડુ પ્લેસી’ છે. ડુ પ્લેસી એ 11 મી જાન્યુઆરી 2015 માં વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ જોહૅનેસ્બર્ગ માં 46 બોલમાં સદી ફટકારી હતી.

ગેલની ઝટકા-ફટકા વાળી તોફાની ઇનિંગ્સની સામે ઇંગ્લેંડ દ્વારા બનાવવામાં આવેલા 183 રન ના વિશાળ લક્ષ્યો પણ નાના લાગતા હતા. ક્રીસ ગેલે મેદાનની ચારેકોર અફલાતૂન અને તુફાની અંદાજમાં શાનદાર શોટ્સ લગાવ્યા હતા. ગેલ ની ઇનિંગ્સને કારણે વેસ્ટ ઈન્ડિઝ 11 બોલમાં બેલેન્સ જાળવીને મેચ જીતી ગયુ હતુ. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઇંગ્લેંડને 6 વિકેટ્સ થી હરાવ્યું હતું.

Comments

comments


7,956 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 28