ઘરમાં મોટાભાગે તો બાળકો અને ક્યારેક વડીલો તરફથી પણ ફરમાઈશ થતી હોય છે કે આજે તો કંઈક ગળ્યુ થઈ જાય. તેમની આ ઈચ્છાને તમે એપલ બરફી બનાવીને પુરી કરી શકો છો.
સામગ્રી
* 4 કપ કેસ્ટર સુગર
* 3 કપ નાળીયેરનું છીણ
* 1 ચમચો પાણી
* 2 કપ છાલ ઉતારીને સમારેલા એપલ
* ½ ચમચી લીંબુનો રસ
* 1 ચમચો તેલ
* 2 ચમચા પીસ્તાની કતરણ
રીત
એક પેનમાં કેસ્ટર સુગર, નાળીયેરનું છીણ અને પાણીને મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે 5-6 મિનીટ પકાવો. સુગર ઓગળી જાય એટલે તેમાં સમારેલા એપલ ઉમેરીને 8-10 મિનીટ પકાવો. હવે બેકિંગ ટીનને તેલથી ગ્રીસ કરી લો અને તેમાં એપલવાળુ મિશ્રણ પાથરી દો. આ સમયે તેને ચમચાથી દબાવો. જેથી વચ્ચે હવાના બબલ્સ રહી ન જાય. હવે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો અને 3-4 કલાક સેટ થવા દો. પછી તેને મનપસંદ આકારમાં કાપી લો. તૈયાર છે એપલ બરફી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર