શુ તમને વારંવાર પેશાબ લાગવાની તકલીફ છે? તો થઇ જાવ સાવધાન, નહિતર થશે આ તકલીફો…

આપણને ઠંડીની મોસમમાં અથવા વધારે પાણી પીવાથી વારંવાર પેશાબ જવું પડે છે અને જો તમને લાંબા સમયથી આવી સમસ્યા હોય તો એને નજરઅંદાજ ન કરવી જોઇએ. બોમ્બે હોસ્પિટલનાં સીનીયર યુરોલોજીસ્ટ ડો. વિવેક ઝા નાં કહ્યા મુજબ કોઈક ગંભીર બીમારીને કારણે પણ વારંવાર પેશાબની તકલીફ થઈ શકેછે . આજે અમે વાત કરવાના છીએ વારંવાર પેશાબ લાગવાનાં કેટલાક મહત્વપૂર્ણ કારણો વિશેની ..

શું હોય શકે છે વારંવાર પેશાબ લાગવાનાં કારણો :

તમારા શરીર માં પેલ્વિક મસલ્સ નબળા હશે તો એના કારણે તમને વારંવાર યુરિન જવાની સમસ્યા થઈ જાઈ છે.

તમારે વારંવાર પેશાબ જવું પડતું હોય તો એક વખત ડાયાબિટીસ અને કિડનીનો રિપોર્ટ કરવો જોઇયે કિડનીનાં રોગ અને ડાયાબીટીસમાં પણ વ્યક્તિને વારંવાર પેશાબ લાગી શકે છે.

અને જો તમારા શરીરમાં યુરિન જમા કરનાર મૂત્રાશય (બ્લેડર) ની સાઈઝ નાની હશે તો પણ તમને વારંવાર યુરિન જવાની તકલીફ રહે છે.

શું દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે હા. પણ પાણીનું વધુ પડતું સેવન કરવાથી મૂત્રાશય જલ્દી થીફૂલી જાય છે જેનાથી વારંવાર પેશાબ લાગે છે.

કિડનીમાં પથરી થઈ હોય તો એના કારણે પણ મૂત્રાશય પર ભાર પડશે અને મૂત્રાશય પર પ્રેશર પડવાથી યુરિન જવાની ઈચ્છા થાય છે.

તમારૂ મૂત્રાશય વધુ પડતુ સંવેદનશીલ હશે અને બોડીમા થોડુ લિક્વિડ જશે તો પણ તમને પેશાબ જવાની ઈચ્છા તો થઈ શકે છે.

જેમ આપડી ઉંમર વધારે થાઈ એમ મૂત્રાશયની નસો કમજોર થતી જાઈ છે ને તમને વારંવાર પેશાબ લાગે છે.

આપણાં શરીરમાં સુગરનું લેવલ વધવાથી એક્સ્ટ્રા ગ્લુકોઝ પેશાબનાં માધ્યમથી બહાર નીક્ળી જાઈ છે. તેથી વારંવાર યુરિન જવું પડે છે.

ચા અનેકોફીમાં કેફીનની માત્રા વધારે હોય છે જેના કારણે પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા થાઈ છે . આ સિવાય દારૂનાં વધુ પડતા ઉપયોગ પણ આ તકલીફ થાય છે. જ્યારે વ્યક્તિને યુરિન ઇન્ફેક્શન છે અથવા પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી ગયું છે, તો પણ વારંવાર યુરિન જવાની ઈચ્છા થાય છે.

પ્રોસ્ટેટ કેન્સર અને ટ્રેક્ટનાં કેન્સરમાં પણ વારંવાર પેશાબ લાગવાની સમસ્યા વધી જાઈ છે

માણસ વધારે સ્ટ્રેસ લે અથવા ગભરામણ અથવા ડર લાગવાથીપણ વારંવાર પેશાબ લાગે છે. આ સિવાય જો વ્યક્તિને કોઈ સાઈકલોજિકલ પ્રોબ્લેમ હોય તો પણ વારંવાર પેશાબ જવુ પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,239 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>