શું તમે જાણો છો કે પુરુષની દાઢીના વાળમા રહે છે જનાવર કરતા પણ જેરીલા જીવણુઓ

મિત્રો , વર્તમાન સમય મા યુવાઓ અનેક પ્રકાર ના વિચિત્ર શોખ ધરાવતા હોય છે. પરંતુ , આ શોખ ની સાથોસાથ તેની સારસંભાળ પણ આવશ્યક છે. જો તેની યોગ્ય સાર-સંભાળ ના રાખવા મા આવે તો તમારે અનેક સમસ્યાઓ મા થી પસાર થવુ પડે. વર્તમાન યુગ મા ‘ મર્દાનગી ’ દેખાડવા માટે દાઢી વધારવા નો નવો શોખ બની ગયો છે. માર્ગ મા મળતો દર બીજો વ્યક્તિ આ દાઢી વધારવા ની સાથોસાથ તેની યોગ્ય સાર-સંભાળ રાખવી પણ આવશ્યક બને છે.

પરંતુ , જો તમે આ સંશોધન ના અહેવાલ પર એક નજર ફેરવશો તો તમને દાઢી શબ્દ થી નફરત થઈ જશે. આ અહેવાલ અનુસાર પુરુષો ની દાઢી મા કૂતરાઓ ના વાળ મા પ્રવર્તતા બેકટેરીયા કરતા પણ વધુ ઘાતક બેક્ટેરીયા ફેલાયેલા હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને ખૂબ જ સરળતા થી હાનિ પહોચાડી શકે છે. આ સંશોધન એટલા માટે હાથ ધરવા મા આવ્યુ હતુ કે શુ માણસો ને પણ શ્વાન મા થી ઉદ્દભવતા રોગ નો ભય રહે છે ?

‘ ધ મેલ ઓન સન્ડે ’ ના અહેવાલ અનુસાર આ તપાસ માટે એમ.આર.આઈ સ્કેનર નો યુઝ કર્યો. ૧૮ દાઢી વાળા માણસો ના સેમ્પલ લીધા જ્યારે ૩૦ કૂતરાઓ ના ગળા ના વાળ ના સેમ્પલ લીધા. તજજ્ઞો દ્વારા તારણ કઢાયુ કે માણસો ની દાઢી મા થી પ્રાપ્ત થતા માઈક્રોબ્સ નુ પ્રમાણ કૂતરાઓ ની વાળ ની સાપેક્ષે વધુ હતુ.

સ્વિઝરલેન્ડ ના હિર્સલેન્ડન ક્લિનિક ના પ્રોફેસર એન્ડ્રેસ ગુટગેઝ ના મત મુજબ ,‘ કૂતરા ના વાળ ની સાપેક્ષે માણસો ની દાઢી ના સેમ્પલ્સ મા વધુ પડતા જીવાણુ મળ્યા. આ સંશોધન ના તારણ પર થી એવુ સાબિત થાય છે કે કૂતરાઓ પુરુષો ની સાપેક્ષે વધુ પડતા સ્વચ્છ છે. આ સંશોધન મા ભાગ લેનારા માણસો ૧૮ થી ૭૬ વર્ષ ની વય ધરાવતા હતા જેમા થી ૭ પુરુષો ના સેમ્પલ મા થી માનવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય તેવા જીવાણુઓ પ્રાપ્ત થયા.

જ્યારે ૩૦ કૂતરાઓ મા થી ૨૦ કૂતરાઓ મા વધુ પ્રમાણ મા બેક્ટેરીયા પ્રાપ્ત થયા. પરંતુ , બીયર્ડ લીબરેશન ફ્રંટ ની ફાઉન્ડર ફિથ ફ્લેટ આ સંશોધન સાથે સહમતી નથી ધરાવતા તેમનુ એવુ કહેવુ છે કે , દાઢી વિશે અવાર-નવાર નેગેટીવ કિસ્સાઓ આવતા રહેતા હોય છે. આ બધુ બીજુ કઈ નહી પરંતુ પોગોનોફોબિયા એટલે કે દાઢી રાખવા નો ભય માત્ર છે બસ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,119 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>