સૂર્યવંશમ પિક્ચર શા માટે વારંવાર TV પર બતાવવામા આવે છે, ચાલો જાણીએ શુ છે કારણ….

મિત્રો તમે ટીવી તો જોતાજ હશો. ટીવી માં ઘણા બધા મુવીસ આવતા હોય છે. પરંતુ જો તમે માર્કિંગ કર્યું હોય તો, સૂર્યવંશમ પિક્ચર અઠવાડિયામાં એકાદ વખત તો મુકાયજ છે. આ પિક્ચર 1999 માં રિલિજ થેલું છે. જેનો ટીવી પર બ્રોડકાસ્ટ થવાનો રેકોર્ડ પણ છે.

સૂર્યવંશમ્ નું ટી.વી.પર વારંવાર મૂકવાનું કારણ:

ટીવી ના ચાહકોને ખબર હશે કે પેલા સેટ મેક્સ ચેનલ પર IPL આવતી. પણ હાલ માં આઇપીએલ અને સેટ મેક્સ નું બ્રેકઅપ થઈ ગયું છે, અને આઇપીએલ ની જગ્યા હવે સૂર્યવંશમ પિક્ચરે લીધી છે. આ ચેનલે સૂર્યવંશમ્ પ્રસારિત કરવાનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે.

સેટ મેક્સ ચેનલે આ પિક્ચર ને ગામો ગામ સુધી પોહચાડિ છે. ખાસ કરીને ગ્રામીણ લોકો આ મુવીસ ના દિવાના છે. આ પિક્ચર નો મૈન હીરો અમિતાબ બચ્ચન છે. બીજા ઘણા પાત્રો જેવાકે ગૌરી, હિરા ઠાકુર, રાધા અને મેજર રંજીત પણ લોકોના મનમાં વસી ગયાં છે. અલબત લોકો આ પિક્ચર ના ડાયલોગ પણ મોઢે બોલે છે. હવે વધુ પડતાં ટીવી માં મૂવી આવવાને લીધે લોકો એના પર થોડી કોમેન્ટ પણ કરે છે.

આ હતું કારણ:

વારંવાર ચેનલ પર મૂકવાનું કારણ એ છેકે, સેટ મેક્સ ચેનલે સૂર્યવંશમ્ ફિલ્મના ૧૦૦ વર્ષના રાઇટ્સ ખરીદેલા છે. સેટ મેક્સે ચેનલના માલિકે આ પિક્ચર માટેના રાઇટ્સ ઘણા વર્ષો માટે ખરીદી લીધાં છે. આ ફિલ્મ 21 મે,1999 ના દિવસે રીલિઝ થયેલી આજ દિવસે સેટ મેક્સ ચેનલ નું પણ લોંચિંગ હતું. આ દિવસ ને યાદગાર બનાવવા માટે સેટ મેક્સ ના માલિકે સૂર્યવંશમ્ ના 100 વર્ષ ના રાઇટ્સ લીધાં હતાં.

જેના કારણે આપણે અવાર નવાર સેટ મેક્સ પર સૂર્યવંશમ્ ને જોવાનો મોકો મળે છે. આ ફિલ્મ એટલી માત્રામાં પ્રસારિત થઈ ચૂકી હતી કે જેથી સૌથી વધારે વાર પ્રસારિત થવાનો રેકોર્ડ બનાવનારી મૂવીની સિધ્ધી હાંસલ કરી છે. આ સિવયની કોઇ બીજી ફિલ્મ ક્યારેય આટલી વાર પ્રસારિત થઇ નથી.

અવાર નવાર ચેનલ પર મૂકવાના કારણે શહેરી લોકો આ ફિલ્મ ની મજાક ઉડાવે છે. પરંતુ ગ્રામીણ લોકોમાં હજી એની ચાહના કાયમ છે.

Comments

comments


4,139 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 3