Sunday ની રજા માણો મીની સોયા ઢોસા સાથે

સામગ્રી

soya_1437734426

*  ૧/૨ કપ ચોખાનો લોટ,

*  ૧/૪ કપ અડદનો લોટ,

*  ૧/૪ કપ સોયાનો લોટ,

*  ૧ કપ પાણી,

*  ૧/૪ એક ખમણેલ કાકડી,

*  ૧/૪ કપ સમારેલ કોથમીર,

*  ૧૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ,

*  ૧૧/૨ ટીસ્પૂન ઓઈલ.

રીત

બેટર બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ, અડદની લોટ, સોયાનો લોટ અને પાણી નાખીને લોટ બાંધવો. તમે જરૂર મુજબ પાણી નાખી શકો છો. આનું પતલુ ખીરું બનાવવું.

પછી આમાં ખમણેલ કાકડી, સમારેલ કોથમીર, સમારેલ લીલા મરચા અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે તૈયાર છે બેટર. પછી આમાં ફ્રુટ સોલ્ટ નાખી હળવા હાથે મિક્સ કરવું.

ત્યારબાદ મીની ઢોસાની તવી લેવી અને તેને ઓઈલથી ગ્રીસ કરવી. આ તવીમાં એક ચમચી જેટલું બેટર નાખવું. પછી આ ઢોસા બ્રાઉન થવા લાગે એટલે તેને પલટાવી દેવા. હવે આને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,637 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>