Sunday ની રજા માણો કીટકેટ આઈસ્ક્રીમ સંડે સાથે

સામગ્રી

kitkat-lover

*  ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ,

*  ૧૧/૨ કપ રફ્લી ક્રશ કરેલ કીટકેટ,

*  ૩ ટીસ્પૂન ટુકડા કરેલ ચોકલેટ વોલનટ બ્રાઉની,

*  ૨ ટીસ્પૂન ક્રશ કરેલ કીટકેટના ટુકડા,

*  ૨ ટીસ્પૂન ચોકલેટ સોસ.

રીત

એક બાઉલમાં વેનીલા આઈસ્ક્રીમ (પીગળેલ) અને રફ્લી ક્રશ કરેલ કીટકેટ નાખી મિક્સ કરવું. હવે એક એલ્યુમિનિયમ નું ટીમ લેવું અને તેમાં આઈસ્ક્રીમ નું આ મિશ્રણ નાખવું.

પછી આ ટીમને એલ્યુમિનિયમ ફોઈલ વડે ટાઈટ પેક કરવું. હવે આ ટીમને ૪ થી ૫ કલાક સુધી ડીપ ફ્રીઝમાં રાખવું. જેથી તે આઈસ્ક્રીમ જેવું સેટ થઇ જાય. બાદમાં આને ફ્રીઝમાંથી કાઢી લેવું.

સંડે બનાવવા બે કાંચના ગ્લાસ લઇ તેમાં ટુકડા કરેલ ચોકલેટ વોલનટ બ્રાઉની નાખી તેની ઉપર બંને ગ્લાસમાં ક્રશ કરેલ કીટકેટના ટુકડા, ચોકલેટ સોસ અને ફરીવાર બબ્બે ચમચી જેટલુ ક્રશ કરેલ બ્રાઉની નાખવું.

બાદમાં ઝામેલ આઈસ્ક્રીમ ને સ્કૂપ વડે કાઢીને એક ગ્લાસમાં બે વખત આઈસ્ક્રીમ નાખવો. હવે રેડી છે કીટકેટ આઈસ્ક્રીમ સંડે. આને ગાર્નીશ કરવા માટે તમે ગ્લાસમાં કીટકેટની ફિંગર મૂકી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,748 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>