સામગ્રી
* ૨ કપ રેડીમેડ મલાઈ કુલ્ફી,
* ૧/૨ કપ ઠંડુ દૂધ,
* ૧ ટીસ્પૂન એલચીનો ભુક્કો,
* ૧ ટીસ્પૂન પિસ્તાના ટુકડા.
રીત
સૌપ્રથમ રેડીમેડ મલાઈ કુલ્ફીના નાના નાના કયુબ (ટુકડા) કરવા. હવે ટુકડા કરેલ આ કુલ્ફીને મીક્સરના બોક્સમાં નાખવી. હવે આમાં ઠંડુ દૂધ નાખી એકાદ બે મિનીટ સુધી મિક્સરમાં ક્રશ કરવું. બાદમાં આને સર્વિંગ શોટ્સમાં નાખી ગાર્નીશ કરવા ઉપરથી એલચીનો ભુક્કો અને પિસ્તાના ટુકડા નાખી સર્વ કરવી.