સામગ્રી
* ૧૧/૨ કપ ઘટ્ટ દહીં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લીલી મરચી,
* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,
* સ્વાદાનુસાર મરીનો ભૂકો,
* ૧/૨ કપ સમારેલ સ્પિનચ (પાલક).
રીત
એક કપમાં ઘટ્ટ દહીં, સ્વાદાનુસાર મીઠું, સમારેલ લીલી મરચી, ખાંડ, મરીનો ભૂકો અને સમારેલ પાલક (ફક્ત અડધી મિનીટ પાણીમાં પલાળેલ) નાખવી. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી લેવું. તો તૈયાર છે સ્પિનચ રાયતું. તમે આને અડધી કલાક ફ્રીઝમાં રાખ્યા બાદ ઠંડુ ઠંડુ સર્વ કરી શકો છો.