મિત્રો , આ ધરા પર નવા જીવ નુ સર્જન કરવુ એ ખૂબ જ કઠિન ક્રીયા છે અને આ ક્રિયા માતા દ્વારા કરવા મા આવે છે. એક નવા જીવ ને પૃથ્વિ પર જન્મ આપે છે. પરંતુ , આ શિશુ ના જન્મ ની ક્રિયા બાદ માતા નુ શરીર મા એકંદરે નબળાઈ આવી જાય છે. કારણ કે , આ નવા જીવ ના સર્જન ની ક્રિયા અત્યંત પીડાદાયક હોય છે. નવા જીવ ને જન્મ આપવો તે કોઈ સરળ કાર્ય નથી. શિશુ ના જન્મ બાદ નો સમયગાળો સ્ત્રીઓ માટે અત્યંત નાજુક હોય છે.
આ સમયગાળા દરમિયાન જો સ્ત્રીઓ ના સ્વાસ્થ્ય ની કાળજી લેવા મા ના આવે તો તેમણે તેની તે ભૂલ આખૂ જીવન સહન કરવી પડી શકે. પ્રસવ થયા બાદ માતા સ્વસ્થ રહે તે માટે ઘર ના વડીલો દ્વારા ભોજન ને સંબંધિત અનેક સલાહો આપવા મા આવે છે. તો ચાલો જાણીએ સ્ત્રીએ પ્રસવ બાદ કઈ-કઈ વાનગીઓ નુ સેવન કરવુ જોઈએ.
ગુંદ ના લાડૂ :
મગ ની દાળ , ગૂંદ , લોટ તથા સૂકામેવા નુ મિશ્રણ તૈયાર કરી ને બનાવવા મા આવેલા આ લાડૂ શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આ લાડૂ ના સેવન થી માતા ના શરીર મા જે પોષકતત્વો ખૂટતા હોય છે તેની પૂર્તિ થઈ જાય છે અને શરીર ની નબળાઈ દૂર થાય છે.
અજમા ના પરોઠા :
ઘઉ ના લોટ મા અજમા ઉમેરી ને તૈયાર કરવા મા આવેલા અજમા ના પરોઠા નુ સેવન કરવા થી પાચનક્રિયા મજબૂત બને છે અને પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
ખસખસ :
પ્રસવ ના સમયગાળા બાદ શરીર મા દુઃખાવો તથા સોજા થવા તે સામાન્ય છે. આ સ્નાયુ ના દર્દ દૂર તથા શરીર સ્ફુરતિમયી બને. તે માટે માતા ને ખસખસ ના લાડુ બનાવીને તેનુ સેવન કરાવડાવવુ જોઈએ.
વરિયાળી નુ પાણી :
પ્રસવ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ત્રી સ્વસ્થ અને તંદુરસ્ત રહે માટે તેને અમુક-અમુક સમય ના અંતરાલે વરિયાળી ના પાણી નુ સેવન કરાવવુ.
ખજૂર ના લાડૂ :
ખજૂર મા ભરપૂર પ્રમાણ મા ફાઈબર સમાવિષ્ટ હોય છે. જેથી , શરીર મા કબજીયાત ની સમસ્યા ઉદ્દભવતી નથી તથા રક્ત નુ પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે. જેથી થાક લાગતો નથી અને શરીર મા રહેલી નબળાઈ દૂર થાય છે.
હળવો વ્યાયામ કરવો :
અમુક પૌરાણિક માન્યતાઓ મુજબ પ્રસવ બાદ સ્ત્રી ને ૨-૩ માસ આરામ કરવા નુ સૂચવવા મા આવે છે. પરંતુ , આ આરામ સાથે હળવો વ્યાયામ પણ આવશ્યક છે. આ વ્યાયામ થી સ્નાયુ મજબૂત બને તથા શરીર સ્ફુરતીમયી રહે.