Story: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે!!

yao_ming_true_story_plz_by_mingtruestoryplz-d5qtvjo

એક સમયની વાત છે. નવા લગ્ન થયેલ એક દંપતી કોઈના ઘરે ભાડે રહેવા ગયા. આગલી સવારે જયારે તેઓ નાસ્તો કરતા હતા ત્યારે તેની પત્નીએ બારીમાં ઉભા રહીને જોયું કે સામેના ઘાબે કપડા સુકાઈ રહેલ છે અને તે બોલી – ‘લાગે છે કે આ લોકોને કપડા સાફ કરતા પણ નથી આવડતું….. જરા જુઓ, તો આ કપડા કેટલા મેલા છે?’

પતિ એ એની વાત સાંભળી પણ કઈ જવાબ ન આપ્યો.

એક બે દિવસ બાદ ફરીથી ત્યાં કપડાં સુકાઈ રહ્યા હતા. પત્ની એ કપડા જોઇને ફરીથી પહેલાની જેમ બોલવા લાગી….. ‘ક્યારે શીખશે લોકો કે કપડા કેમ ધોવાઇ…!!’

પતિ એ એની વાત સાંભળી પરંતુ આ વખતે પણ કઈ જવાબ ન આપ્યો.

હવે પત્ની કપડાને જોઈ રોજ બોલવા લાગી, જયારે પણ પત્ની કપડાને જોવે ત્યારે ખરું-ખોટું બોલવા માંડે.

લગભગ એક મહિના બાદ તેઓ નાસ્તો કરવા ટેબલ પર બેસ્યા. પત્નીએ હંમેશાની જેમ બારીમાંથી કપડા સામે જોઈ બોલી.. ‘અરે વાહ! લાગે છે કે આખરે આ લોકોને અક્કલ આવી જ ગઈ…’

‘આજે તો કપડા એકદમ સાફ લાગે છે, ચોક્કસ એમને કોઈએ ટોક્યા હશે!’

પતિ બોલ્યો, ‘ના એમને કોઈએ નથી ટોક્યા’

‘તમને કેમ ખબર?’ પત્નીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘આજે હું સવારે જલ્દી ઉઠી ગયો હતો, અને મે આપણી બારીમાં લાગેલ ધુડ (માટી) ને બહારથી સાફ કરી નાખી, તેથી તને કપડા સાફ નજર આવે છે.’

‘જીંદગીમાં પણ આ જ વાત લાગુ પડે છે. ઘણીવાર આપણે સામેના વ્યક્તિને કેવી રીતે જોઈએ છીએ એ એના પર નિર્ભર કરે છે કે આપણે અંદરથી કેટલા સાફ છીએ.’

કોઈના વિષે ખરુંખોટું બોલતા પહેલા પોતાની મનોસ્થિતિ જોઈ લેવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણે સામેના વ્યક્તિમાં કઈ સારું જોવા માટે યોગ્ય છીએ કે હજુ પણ આપણે પોતાની બારી સાફ કરવાની બાકી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,068 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 42

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>