Story: શું ચોરો આવા પણ હોય..??

TopDelTop.LosMejoresMemes.MZ_.11

એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી ચોરી થઇ ગઈ. વેપારી ગભરાઈ ગયો કે રાતે મેં કાર તો અહિયાં જ પાર્ક કરી  હતી તો સવાર સુધી માં ગઈ ક્યાં એ..?

અને બે દિવસ પછી અચાનક વેપારીએ જોયું તો તેની કાર જ્યાંથી ચોરી થઇ હતી ત્યાજ પડી હતી. વેપારી પોતાની કાર ને જોય ને એકદમ ખુશ થઇ ગયો. ગાડી નો દરવાજો ખોલી ને જોયું તો તેમાં એક માફી પત્ર હતો. વેપારીએ તે પત્ર ઉપાડ્યો અને વાંચવા લાગ્યો.

Car-Theft-iStock

તેમાં લખ્યું હતું કે ” ગામડેથી અચાનક ફોન આવ્યો કે મારી માંની તબિયત ખુબજ ખરાબ છે તમે જલ્દી આવી જાવ. અને અરજન્ટ રાતો-રાત નીકળવાનું હતું. પરંતુ અડધી રાતે અને તેમાય વેકેશન નો સમય, ક્યાય ભાડાની ગાડી મળતી નહોતી, મારી માંની ચિંતા માં હું આવું પગલું ભરવા મજબુર હતો. તમને થયેલી તકલીફ ના લીધે હું દિલગીર છું. પ્લીઝ મને માફ કરશો. ગાડીમાં પહેલા જેટલું પેટ્રોલ હતું તેટલું ભરીને રાખ્યું છે.

અને ફુલ નહિ તો ફુલની પાંખડી નિમિતે આવતી કાલે રાતની “ગબ્બર ઇજ બેક” સિનેમાની ૪ ટીકીટ મૂકી છે તમારા પરિવાર માટે.મારી તમને નમ્ર વિનંતી કે મોટું મન રાખી મને માફ કરશો.

પત્ર માં લખેલી સ્ટોરી વાંચી વેપારીનું દિલ ભરાઈ આવ્યું અને તેની આંખોમાં પાણી આવી ગયા અને કાર જ્યાંથી ચોરી થઇ હતી ત્યાંની ત્યાં જ અને એજ હાલત માં પાછી મળી માટે બધા ને શાંતિ થઇ.

બીજા દિવસે રવિવાર હતો માટે વેપારી સાંજે પોતાના પરિવાર ને લઇ પહેલા હોટેલ માં ગયો અને પછી પેલી ટીકીટ આપી હતી એ ” ગબ્બર ઇજ બેક ” મુવી જોવા જવાનું વિચાર્યું. (થીયેટર પર પહોચતા જોયું કે ત્યાં બહુ ભીડ હતી અને બ્લેક માં પણ ટીકીટ ની પડાપડી થતી હતી.)

burglary-628x354-624x352

વેપારી મનમાં ખુશ થતો હતો કે ગાડી પણ આવી ગઈ અને ફ્રી માં પિક્ચર પણ જોવાઈ ગયું. પિક્ચર જોઇને પાછા ઘરે આવતા જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, વેપારી અને તેનાં પરિવારના લોકો ગભરાઈ ગયા અને જલ્દી દોડી ને ઘરમાં ગયા.

અંદર જઈને જોયું તો ઘરની બધી વસ્તુ વેર-વિખેર પડી હતી અને તેમાંથી કિમતી વસ્તુઓ ગાયબ હતી, કબાટ પણ ખુલ્લો અને ખાલી હતો. દર દાગીના અને રોકડ રકમ ભી ચોરાય ગઈ હતી. આ બધું જોઇને વેપારી જોર જોર થી રડવા લાગ્યો. બહાર આવી ને જોયું તો હોલમાં ટીપોય ઉપર એક કવર હતું અને તેમાં લખ્યું હતું….” પિક્ચર ગમ્યું કે નહિ? ” ગબ્બર ઇસ બેક…..!!!

Untitled-1

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,266 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>