Story!! ‘ડર કે આગે જીત હે’, બસ હિંમત ન હારવી….

girl-nature-bubbles-mood

મસ્ત સ્ટોરી છે મિત્રો અચૂક વાંચજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો…..!

એક ગુંડો હતો, બહુ જ જનૂની અને ખુન્નસ મિજાજ ધરાવતો હતો.

તેના વાળ અને દાઢી બહુ જ વધી ગયેલાં હોવાથી તે એક હેર સલૂનમાં ગયો,

તેણે વાળંદને કહ્યું કે જો તું મારી સરસ દાઢી કરી અને વાળ કાપી આપીશ તો તને હું મોં-માંગ્યા પૈસાં આપીશ પણ જો વાળ કે દાઢી કરતાં મને થોડી પણ ખરોચ લાગી તો હું તારી ગરદન ઉડાવી દઈશ, વાળંદે ડર નાં કારણે વાળ-દાઢી કરવાની મનાઈ કરી દીધી…

આવી રીતે ગુંડો શહેરનાં બધાં સલૂનમાં ગયો પણ બધાંએ આ શરત સ્વીકારવાની ના પાડી ને તેની શેવીંગ અને વાળ કાપવાની ના પાડી દીધી.

અંતમાં તે ગુંડો શહેરનાં છેવાડે આવેલા એક હેર-સલૂનમાં ગયો, ત્યાં એક નાની ઉંમરનો છોકરો તે સલૂન ચલાવતો હતો.

ગુંડાએ ત્યાં જઈને પણ આ જ શરત મૂકી ને શેવીંગ અને હેર-કટીંગ કરવાનું કહ્યું તે છોકરાએ કહ્યું – કાંઇ વાંધો નહીં, બેસો હું બનાવી આપું.

તે છોકરાએ બહુ જ સરસ રીતે શેવીંગ કરી આપી અને વાળ પણ કાપી આપ્યાં, ગુંડાએ ખુશ થઈને તેને 5,000 રૂપીયા આપ્યા.

ગુંડાએ તે છોકરાને પૂછ્યું કે શેવીંગ કરતી વખતે તારો હાથ ધ્રૂજતો નહોતો?? તને તારી જાન જવાનો ડર નહોતો??

છોકરાએ કહ્યું – ડર કેવો ડર?? ચાલ તો મારા હાથમાં હતી.

ગૂંડાએ કહ્યું – ચાલ કેવી ચાલ?? હું કાંઈ સમજ્યો નહીં.

છોકરાએ હસીને કહ્યું – ભાઈ, અસ્ત્રો તો મારા હાથમાં હતો, જો તમને મારાથી ખરોચ પણ લાગત તો હું તમારી ગરદન ઉડાવી નાંખત..

બીચારો ગુંડો આ જવાબ સાંભળીને પરસેવાથી રેબઝેબ થઈ ગયો.

જીવનના દરેક ક્ષેત્રમાં મૂશ્કેલીઓનો અને પરેશાનીઓનો સામનો કરવો જ પડે છે, ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય પણ ધ્યાનથી જો નજર કરવામાં આવે તો એકાદી ચાલ તો આપણા હાથમાં જ હોય છે જે એ મુશ્કેલીઓને માત (હાર) આપી શકો ડર કે આગે જીત હૈ….

Comments

comments


6,903 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 9 = 0