Story: એક પુત્ર આવો પણ હોવો જોઈએ…

Happy-mother-and-child

બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા જરૂર વાંચજો, જરૂર તમારી આંખોમાં પાણી આવી જશે.

લગભગ 30 વર્ષના, અવિવાહિત ડૉક્ટર કિશોર એ મોડી રાત્રે ઘરે પહોચતાવેંત પોતાની માતા ને જણાવ્યું કે “માં , હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. તું ચિંતા નાં કરતી હું થોડા મહિનામાં આવી જઈશ, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.”માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું. “દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” કિશોર એ કહ્યુ : “મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” મરેલા અવાજમાં માતાએ કહ્યું, “દીકરા, જેવી તારી મરજી”

બે દિવસમાં કિશોર તેની માતા પ્રભાદેવીને પોતાના શહેરના એક વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો. શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃધ્ધના ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ આશ્રમમાં કેટલાક વૃધ્ધો તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ પણ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?” ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભાદેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે કિશોર આશરે ચારેક વર્ષનો હતો.

1899358

પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહોતી કરી.પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં કિશોર તેમને મૂકવા જાય?”

આશરે ૬ મહિના પછી પ્રભાદેવીએ આશ્રમની ઓફીસના સંચાલક શર્માજીના ફોનથી કિશોરના મોબાઇલ પર ફોન કર્યો, “કિશોર, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?” ‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ કિશોર એ જવાબ આપ્યો. ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી કિશોરને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃધ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃધ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.” પછી અન્ય એક વૃધ્ધ જણાવ્યું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃધ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃધ્ધાશ્રમમાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

shutterstock_193442978

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે કિશોર તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે, “શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં જોવાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભા રહેલા દરેકની આંખો ભીની થઈ ગયી. પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃધ્ધો ના પરિવારને પણ બોલાવવામાં આવ્યા. મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,749 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>