સ્ટેટ બેંન્ક ઓફ ઈન્ડિયાની એક એવી યોજના કે જે બાળકના જન્મ સાથે આપશે રૂપિયા દસ લાખ સુધીની સુવિધા

જો તમે તમારા સંતાનો માટે બેંક ની કોઈ યોજનાઓ વિશે વિકાહરી રહ્યા છો તો ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની ‘પેહલાં કદમ’ અને ‘પેહલી ઉડાન’ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. આ બંન્ને ખાતાં માત્ર બાળકો માટે જ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ‘પહેલા કદમ’ કોઇપણ સંતાન ના જન્મ થી ૧૦ વર્ષ થી ઓછી ઉંમર ના બાળક માટે છે કે જે પોતાના માતા-પિતા સાથે જોઇન્ટ મા ખોલાવી શકાય છે.

તેમજ ‘પહેલી ઉડ્ડાન’ ૧૦ વર્ષ થી વધુ ઉંમર ના બાળકો માટે છે. આ ખાતાં મા બાળકો ને ધ્યાન મા રાખી ને બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. આ ખાતાં મા બેન્કે ઘણી બાબતો નુ ધ્યાન પણ રાખ્યું છે કે જેથી બાળકો આ ખાતાં નો દુરુપયોગ ના કરી શકે તેમજ આ ખાતું ખોલાવવા સમયે બાળક ની મહત્તમ ઉંમર ૧૮ વર્ષ ની હોવી જોઇએ.

આ ખાતાં મા મળતી સુવિધાઓ:

આ ખાતું ‘પહેલા કદમ’ અને ‘પહેલી ઉડાન’ મા ઓછા મા ઓછું કોઇપણ છુપા ચાર્જ વગર મહીને જમા રાશી રાખવાની થતી નથી. એટલે કે આ ખાતું ઝીરો બેલેન્સ ખાતું ગણાશે અને જેનો કોઇપણ જાત નો ચાર્જ પણ ચૂકવવો નહી પડે.

આ ખાતા મા વધુ મા વધુ ૧૦ લાખ રૂપિયા સુધી ની રાશી જમા કરાવી શકાય છે તેના થી વધુ રકમ આ ખાતા મા જમા થઇ શકશે નહિ.

આ ખાતાં માંથી રોજ ઓછા મા ઓછા ૫૦૦૦ રૂપિયા જ ઉપાડી શકાશે. આ સિવાય આ ખાતા મારફતે બીલ ચુકવણી, Opening e-Term Deposit (e-TDR) અથવા e-Special Term Deposit (e-STDR) અથવા e-Recurring Deposit (e-RD), આંતર બેંક નાણા ની લેવડ-દેવડ જેમ કે NEFT જેવી સુવિધાઓ નો ઉપયોગ પણ કરી શકાય છે.

આ ખાતાં ખોલવા ની સાથે એક ૧૦ ચેક સ્લીપ ની ચેકબુક પણ આપવાની સહુલીયત આપવામાં આવી છે.

આ ખાતાં મા ATM-cum-Debit Card ની સુવિધા પણ આપવામાં આવી છે. જેના ઉપર ખાતાં ધારક બાળક નો ફોટો છપાયેલો હશે. આ ATM ખાતાં ધારક બાળકો તેમજ તેમના વાલીઓ ના નામે કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ થી દરરોજ ૫૦૦૦ રૂપિયા ઉપાડી શકાશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,214 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>