સોપારીનુ સેવન કરનારા વ્યક્તિઓ માટે ખાસ સુચના, ચેતી જજો નહિતર થઇ શકે છે આવી ભયંકર બીમારી

આપડા દેશ ભારત પોતાની ખાણી-પીણી ના શોખ ને લીધે ઘણો પ્રખ્યાત છે. તેમજ મોટેભાગે સવ ને સવાર નો નાસ્તો હોય, બપોર ના કે રાત ના ભોજન આરોગ્યા પછી અમુક લોકો મુખવાસ ખાતા હોય છે. તેમાય જો વાત કરવામાં આવે ગુજરાત ની તો ખાન-પાન મા પ્રથમ આવતું રાજ્ય ગણાતું હશે. આ ખાન-પાન સિવાય ખાવામાં આવતા મુખવાસ.

મોટેભાગે લગ્ન-પ્રસંગો મા જમીને માઉથ ફ્રેશનર તરીકે સોપારી ખાવાની ટેવ ઘણા માણસો ને હોય જ છે. તેમાં પણ મીઠું પાન સ્ત્રી હોય કે પુરુષ બધા મોજ થી ખાય છે. આ સોપારી ને એક સારા માઉથ ફ્રેશનર તરીકે માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે સ્વાદ માટે ઉપયોગ મા લેવાતી આ સોપારી થી ઘણું નુકસાન પણ થઇ શકે છે. તેના નિયમિત ઉપયોગ થી ઘણી બીમારીઓ ને આમંત્રણ મળી શકે છે. તો ચાલો જાણીએ આ સોપારી થી થતા નુકશાન વિશે.

જડબા ને થતું નુકસાન

ઘણા માણસો ને નિયમિત સોપારી ખાવાની આદત હોય છે. આ ટેવ ધીરે-ધીરે તેમના જબડા ને નુકશાન પોહ્ચાડવા નુ કામ કરે છે. આ સિવાય તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગો ની ભીતિ પણ કાયમ માટે રહે છે. તેમજ આ સાથે સોપારી થી મોઢાં ના ચાંદા થવાની પણ શક્યતાઓ વધી જાય છે.

કેન્સર

સોપારી મા મળી આવતા એલ્કલોઇડ તેમજ પોલયફેનોલ માનવ શરીર ના સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે. તેના થી મોંઢાં નું કેન્સર થવાની શક્યતાઓ વધતી જાય છે. એટલા માટે જ જો શક્ય હોય તો સોપારી નુ વધુ પ્રમાણ મા આરોગવા ને ટાળવું.

મોંઢાં નુ કેન્સર

આ સિવાય મુખવાસ તરીકે ઉપયોગ મા લેવાતા પાન ની અંદર સોપારી ના તત્વો સાથે કાસ્ટિક ના ચૂનો ભળી જવાથી મોઢાં ના કેન્સર થવાની બીક સદા રહે છે. જેથી પાન નુ સેવન કરતા સમયે સોપારી તેમજ ચૂનો ઓછા પ્રમાણ મા ખાવો જોઇએ.

ઉચ્ચ લોહી દબાણ

ઘણા વ્યક્તિઓ ને નિયમિત સોપારી ખાવા ની ટેવ હોવાથી તે વ્યક્તિઓ ને ઉચ્ચ રક્ત દબાણ, ચિંતા, એકાગ્રતા, સંવેદનશીલતા તેમજ ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,374 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>