ચમચમ જેવા જે ટેસ્ટની સોજીનાં લોટમાંથી મીઠાઈ બનાવો, એ પણ સાવ સરળ રીત જોઈને …

ગુજરાતી જમણ સ્વીટ વગર આમ જોઈએ તો અધૂરું જ ગણાય. એવું નથી કે મીઠાઇ કે પછી કોઈ સ્વીટ ઘરે મહેમાન આવે ત્યારે જ  બનાવવામાં આવે છે, ગુજરાતી ઘરોમાં તો વાર તહેવારે પણ સ્વીટ અવારનવાર બનતું જ હોય છે. એમાય લાપસી, શિરો ને લાડવા તો

હોય જ.  તો ચાલો આજે ફટાફટ બની જતી માવા વગરની એક સ્વીટ મીઠાઇ બનાવીએ. જેની સામગ્રી પણ તમારે ઘરમાંથી જ કાઢવાની છે. કોઈ બહારથી નહી લાવવી પડે. આમ જોઈએ તો જો બધી સામગ્રી હાજર હશે તો બનાવતાં દસ મિનિટથી વધારે તો નહી જ થાય. આ મીઠાઈ હેલ્ધી તો છે સાથે પૌષ્ટિક પણ ખરી. નાના મોટા દરકને પસંદ આવે એવો ટેસ્ટ છે. તો ચાલો ચમચમ જેવી મીઠાઇ બનાવીશું આપણે સ્ટેપ બાય સ્ટેપ .

સામગ્રી :

  • એક કપ , સોજીનો લોટ,
  • બે કપ , દૂધ ,
  • અડધો કપ, દળેલી ખાંડ,
  • બે ચમચી, ટોપરાનું છીણ,
  • ત્રણ કે ચાર ચમચી , ચોખ્ખું ઘી,

રીત :

ગેસ પર એક કડાઈ મૂકી એમાં ઘી ઉમેરીને ઘીને ગરમ થવા દો. ઘી ગરમ થઈ જાય એટલે એમાં સોજીનો લોટ ઉમેરી હળવી આંચે શેકાવા દો.IMG20180829073317

જ્યાં સુધી લોટ શેકાઈ ન જાય ત્યાં સુધી ચમચાથી લોટને હલાવ્યાં કરો. લોટમાંથી ઘી છૂટું પડશે ને સુગંધ આવે એટલે લોટ શેકાઈ ગયો છે.

IMG20180829073336

હવે શેકાઈ ગયેલાં લોટમાં દૂધ ઉમેરો. ધ્યાન રાખો દૂધ એકસાથે નથી નાખવાનું…દૂધને જેમ જરૂર પડે એમ ધીરે ધીરે ઉમેરતાં જવાનું છે.IMG20180829073615

હવે દૂધ ઉમેરાઈ ગયું છે. એટલે બધું જ દૂધ સોષાઈ ન જાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવતાં રહેવાનું છે.ત્યારબાદ આ તૈયાર થયેલ લોટને ઠંડો થવાં દેશું. પછી એને હળવા હાથે લોટ બાંધી એમ મસળી નાખ્યાં પછી એમાં દળેલી ખાંડ ને ટોપરાનું છીણ એડ કરીશું.IMG20180829074944

ત્યારબાદ, આપણે જેમ લોટ બાંધીએ છીએ એવી જ રીતે  લોટને મસળી ખાંડ અને ટોપરાના છીણને મિક્સ કરી દઈએ.IMG20180829075041

ત્યારબાદ, તૈયાર મિશ્રણમાંથી એક લૂઓ હાથમાં લઈશું ને એને નહી લંબગોળ શેપ હાથથી આપી મીઠાઇ તૈયાર કરીશું.

IMG20180829075345

એક પછી એક બધી જ મીઠાઇ તૈયાર થઈ જાય એટલે એનાં પર ટોપરાનાં છીણનું કવર કરી દઈએ.IMG20180829075655

તો લ્યો તૈયાર છે. સોજીનાં લોટની મીની ચમચમ …ખાવ અને ખવડાવો ઘરનાં સૌને …IMG20180829075628

હેલ્લો સહેલીઓ, તમને મારી રેસીપી કેવી લાગી ?  જો પસંદ પડી હોય તો કોમેન્ટ કરો ને લાઈક કરવાનું ભૂલતા નહી ને શેર કરો તમારી પસખીને પણ…

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,486 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>