ખજુર – આમલીની ચટણી : ગુજરાતના ઘર ઘરમાં બનતી ટેસ્ટી અને ચટપટી ચટણીની સરળ રીત…

ગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, કે પછી ફરાળી વાનગીઓ હોય, ખજુર આમલીની ખાટી- મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. અને હાલ તો શ્રાવણ માસ અને ચોમાસુ ચાલે છે, ત્યારે ઘરમાં કોઈને કોઈ તો ઉપવાસ કરતા હોય છે. તે ઉપવાસીઓ માટે આપણે રોજ કાઈને કાઈ ફરસાણ બનાવતા હોઈએ છીએ, અને ફરસાણ બનાવીએ એટલે આપણે ચટણી તો ફરજીયાત જોઈએ જ, તો આજે હું તમને એવી ચટણી બનાવતા શીખવીસ જેને તમે દરેક ફરાળી ફરસાણ સાથે ખાઈ શકાય અને અન્ય ફરસાણ સાથે પણ ખાઈ શકીયે.તેમજ આ ચટણી બનાવવા માટે વપરાતી દરેક સામગ્રીમાં ભરપુર માત્રામાં આયર્ન હોવાથી તે ખુબ જ પૌષ્ટિક પણ છે. તેથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તેમે તેને ફ્રિઝમાં સ્ટોર પણ કરી શકો છો.

પેટીસ, દહીવડા, ભેળ, સેવપુરી, ભજીયા જેવી અનેક વાનગી સાથે તમે આ ચટણી પીરસી શકો છો. ચાલો આજે આપણે બનીવીએ ખજુર- આમલીની ખાટી- મીઠી ચટણી.

ખજુર- આમલીની ચટણી બનાવવા માટેની સામગ્રી :

· 1 વાડકી ખજુર,

· 1 નાનો વાડકી ઠળિયા વિનાની આમલી,

· 4 ચમચી ગોળ,

· 2 નંગ લીલા મરચા,

· 1 ટુકડો આદું,

· 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર,

· 1 ચમચી તલ,

· 1 ચમચી લાલ મરચું પાવડર,

· 1 ચમચી જીરૂ પાવડર,

· સ્વાદ અનુસાર સિંધાલું અથવા નમક,

1a

ખજુર- આમલીની ચટણી બનાવવાની રીત :

સૌ પ્રથમ આમલીને થોડા એવા ગરમ પાણીમાં 20 મિનિટ સુધી પલાળી રાખો,

2

 

ત્યારબાદ એક મિડિયમ સાઈઝની તપેલીમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા મુકો, પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલી આમલી અને ઠળિયા કાઢેલાં ખજુર ઉમેરો, ત્યારબાદ ગોળ અને મીઠું ઉમેરી ઉકળવા દો, તે બરાબર ઉકળી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો, ઠંડુ થાય એટલે બ્લેન્ડર વડે ક્રશ કરી લો,

3

ત્યારબાદ તેમાં કોથમીર, લીલા મરચાના ટુકડા અને આદુ નાખી ફરી વાર બ્લેન્ડર વડે ક્રશ કરો.

4

બધુ બરાબર ક્રશ થઈ જાય એટલે તેમાં અડધી વાડકી પાણી નાખી લાલ મરચુ પાવડર અને જીરૂ, તલ નાખી બધુ બરાબર મીક્ષ કરો. તો તૈયાર છે. ખજુર આમલીની ચટણી.

5

આ ચટણીને એક એર ટાઈટ ડબ્બામાં કે કાચની બોટલમાં ભરી ફ્રિજમાં રાખી શકાય. આ ચટણી 15થી 20 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.

1

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

દરરોજ અવનવી રેસીપી શીખો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,918 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 4 =