ફરાળમાં એકની એક વસ્તુ ખાઈને કંટાળી ગયા છો તો આજે જ ટ્રાય કરો આ બટાકાની ફરાળી બરફી.

બટાકાની ફરાળી બરફી :

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરાળી બટાકાની બરફી. બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઈ છે. પછી તે ભલે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણાંમાંથી ઘણા લોકોને બરફી ખાવાની ઈચ્છા હોય પણ શ્રાવણ મહિનાના ઉપવાસ હોવાથી બધા લોકો બરફી ખાઈ શક્તા નથી. તેથી તમારા પરિવારમાં જે લોકો ઉપવાસ કરતા હોય, તેના માટે આ બરફી બનાવી શકાય, આ બરફીમાં થોડી માત્રામાં ખાંડ અને ધીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ છતા. આ બરફીમાં જોઈએ તેટલી મીઠાશ પણ છે. અને સાથે સાથે સ્વાદ પણ મજેદાર છે. આ સ્વાદિષ્ટ ફરાળી બરફી એર ટાઈટ ડબ્બામાં ભરીને 3થી 4 દિવસ માટે ફ્રિઝમાં રાખો તો તે તાજી જ રહે છે.

બટાકાની ફરાળી બરફી બનાવવા માટેની સામગ્રી :

· 5 નંગ બટાકા,

· 1/2 વાડકી ખાંડ (નાની),

· 3 ચમચી ટોપરાની છીણ,

· 4 ચમચી ઘી,

· 1/2 ચમચી ઘી,

· 1/2 ચમચી એલચી પાવડર,

· 3 ચમચી સુકા મેવાની કતરણ,

2

બટાકાની ફરાળી બરફી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બટાકાને ધોઈને પ્રેશર કુકરમાં બાફી લો, બટાકા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી લો. બટાકા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લો. ત્યારબાદ બાફેલા બટાકાને એક ડીશમાં કાઢી તેનો છુંદો કરી લો.

હવે એક પેનમાં ઘી નાખી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં બટાકાનું મિશ્રણ અને બે ચમચી ટોપરાનું છીણ નાખી ધીમા તાપે શેકો.

3

 

બરાબર શેકાય જાય એટલે તેમાં ખાંડ નાખો અને તેને ધીમા તાપે હલાવતા રહો જેથી ખાંડ ઓગળી બરાબર મીક્ષ થઈ જાય પછી તેમાં એલચી પાઉડર અને બે ચમચી સૂકામેવાની કતરણ નાખી બધુ બરાબર હલાવો,

4

અને થોડીવાર માટે ઢાંકીને રહેવા દો.

5

હવે ગેસ બંધ કરી બરફીના મિશ્રણને એક પ્લેટમાં ધી લગાવી પાથરી દો, અને તેના પર સુકામેવાની કતરણ અને ટોપરાની છીણ નાખો, ત્યારબાદ બરફી ઠંડી થઈ જાય એટલે તેને ચપ્પુ વડે તમને મનગમતા આકારના ટુકડા કરી લો.

6

તો તૈયાર છે ફરાળી બટાકાની બરફી, આ બરફીને તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને ફિઝમાં મુકો તો તેને 3થી 4 દિવસ સુધી ખાઈ શકાય છે.

1

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

દરરોજ આવી અનેક રેસીપી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,591 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>