શુઝના બોક્સમાથી નીકળતા આ નાના પાઉચનો ઉપયોગ જાણીને તમે પણ રહી જશો દંગ, તેને કચરામાં ફેંકવાને બદલે સાચવીને રાખી મૂકશો

મિત્રો તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ નવી પ્રોડક્ટ જેમકે શુઝ, ફ્રીજ, ટીવી, પર્સ કે પછી બોક્સમાં પેકિંગ થયેલી કોઈ પણ વસ્તુ ખરીદો છો ત્યારે બોક્સની અંદર એક નાનું પાવડર નું પાઉચ નીકળે છે. જેને સિલિકા જેલ નું પેકેટ કહીએ છીએ. મોટાભાગે લોકો તેને નકામું સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ તેનો અલગ-અલગ ઘણી રીતે ઉપયોગ કરી શકાય. સિલિકા જેલ ની અંદર સિલિકા ડાયોક્સાઇડ બને છે જેના કારણે વાતાવરણમાં રહેલો ભેજ તે શોષી લે છે. આ સિલિકા જેલ નું 10 ગ્રામ નું પાઉચ ચાર ગ્રામ સુધી પાણી ચૂસી શકે છે. તો ચાલો જાણીએ તેના બીજા ઘણા બધા ફાયદાઓ.

બેગની દુર્ગંધ દૂર કરે છે
તમને જણાવી દઈએ કે જ્યારે પણ વસ્તુ નહીં થાય બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે ત્યારે તેની અંદર ભેજ નો હાથ હોય છે. ઘણી વખત ટ્રાવેલિંગ બેગ ની અંદર દુર્ગંધ આવતી હોય છે. જો તમે આ દુર્ગંધને દૂર કરવા ઈચ્છતા હોય તો આ બેગ માં સિલિકા જેલ નું એક પાઉચ રાખી દો. બેગ માંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. અને બેક્ટેરિયાનો પણ નાશ થઇ જશે.

મેકઅપ બેગ રાખો તાજી
તમે જોયું હશે કે મોટે ભાગે એવું બનતું હોય છે કે મેકઅપ બેગ ફ્રેશ દેખાતું નથી. એવામાં મેકઅપ બેગમાં સિલિકા જેલ પાઉચ રાખી દો. તેના લીધે બેગ ફ્રેશ રહેશે સાથોસાથ પ્રોડક્ટમાં રહેલો ભેજ પણ દૂર થઈ જશે.

ફોટો અને પુસ્તકો માટે છે ઉપયોગી
આપણે સૌ જાણીએ છીએ કે લાંબા સમયથી પુસ્તકો અથવા તો ફોટોગ્રાફ્સ પડી રહેવાથી તેમાં પીળાશ આવી જાય છે. પરંતુ જો તમે તેની સાથે સિલિકા જેલ નું પાઉચ રાખી દેશો તો પુસ્તકો ક્યારે પણ પીડા પડશે નહીં, અને તેની અંદર દુર્ગંધ પણ નહીં આવે.

ચાંદીની ચમક
મોટાભાગે લાંબો સમય થી જવાના કારણે ચાંદીની દરેક વસ્તુની ચમક જતી રહેતી હોય છે. લોકો ચમક પાછી લાવવા માટે પોલીસિંગ કરાવતા હોય છે. પરંતુ સિલિકા જેલ ના પાઉચ ના ઉપયોગથી ચાંદીની ચમક જાળવી શકાય છે. ચાંદી ને સિલિકા જેલ ના પેકેટમાં વિટાળીને રાખી દો.

ફૂલોને રાખો તાજા
ફૂલોને તાજા રાખવા માટે તેની અંદર ભેજનું પ્રમાણ હોવું ખુબ જ જરૂરી છે. એટલા માટે સિલિકા જેલ ની ભેજ ચૂસવા ની પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. તેવામાં ફૂલો ઘણા દિવસો સુધી તાજા રહે છે. એટલા માટે ઘરમાં રાખવામાં આવેલ ફૂલદાની માં સિલિકા જેલ રાખી દો. આવું કરવાથી ફૂલો એકદમ તાજા રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,389 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>