શુક્રનો કર્ક રાશિમા થશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિને મળશે લાભ

જ્યોતિષ શાસ્ત્રોમાં શુક્રને તમામ ભૌતિક સુખ આપનાર ગ્રહ મનાય છે. આ ગ્રહ પ્રેમ, સૌંદર્ય, કળા અને સાંસારિક સુખ વગેરેનો કારક ગ્રહ છે.

શુક્રના શુભ પ્રભાવથી વ્યક્તિને જીવનમા પ્રત્યેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. તો બીજી તરફ તેના અશુભ પ્રભાવથી પરિવારમાં તણાવ પણ ઉત્પન્ન થઈશકે છે. તેના દુષ્પ્રભાવ થી યોન રોગ થાય છે.


વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્રની સાથે આ રાશિમાં રાહુની સાથે યુતિ કરશે, જે આ રાશિમાં રાહુ પહેલાથી હાજર છે અને કર્ક રાશિના સાતમાં ભાવ પર છે. આ ઉપરાંત મકર રાશિમાં મંગળ અને કેતુ હાજર હોય છે જેથી આ ચારો ગ્રહ એકબીજાને જોઈ રહ્યા છે. અમે આજે આપને જણાવીશુ શુક્રનુ ગોચર કઈ રાશિ પર કેવો પ્રભાવ થશે.


મેષ
તમારી રાશિના ચોથા ભાવમાં શુક્ર આવવાથી ગૃહજીવન પર સારી અસર જોઈ શકાશે . તમારા જીવનસાથીના કાર્યક્ષેત્રમાં લાભ મળશે અને તમારી કારકિર્દીમાં સારી તક મળવાની સંભાવના છે.

વૃષભ
વૃષભ રાશિના જાતકોની કુંડળીના ત્રીજા ભાવમાં શુક્ર છે જેથી આ રાશી ના લોકો ને યાત્રાનો યોગ બનશે. પાર્ટનરને ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત થશે.

મિથુન
બીજા ભાવમાં શુક્રનું ગોચર હોવાથી ગૃહસ્થ જીવન સારી રીતે વ્યતીત થશે. અચાનક લાભ થવાની શામ્ભાવના છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. નજીકના સંબંધોમાં પ્રેમ વધશે.

કર્ક
શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવાના કારણે તમારૂ દાંપત્યજીવન ખુબ  સારી રીતે પસાર થશે આ ઉપરાંત તમારી ભૌતિક સુખ સગવડોમા વધારો થશે.. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં સફળતા મળશે. ઉપરી અધિકારીઓ તરફથી તમને માન સન્માન મળવાની પૂરી સંભાવનાઓ છે

સિંહ
શુક્ર તમારી રાશિના ૧૨ મા ભાગમા ગોચર કરશે. આર્થિક સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.ખર્ચ માં વધારો થશે . સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામને લઈને બહાર જવાનું થઈ શકે છે.


કન્યા
શુક્રનું ગોચર તમારી રાશિમાં ૧૧મા ભાવમા લાભ સ્થાનમા છે. આર્થિક અને સામાજીક સ્થિતિમા સુધારો થશે. આવક વધશે, ભાગ્યના દરવાજા ખુલી જશે. કોઈ પણ મહિલાથી લાભ અથવા કામમાં મદદ મળી શકે છે.

તુલા
શુક્ર તમારી રાશિમાં ૧૦ મા ભાવમા ગોચર કરવાથી કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઝગડા થઈ શકે છે અને પાર્ટનરની સાથે અણબનાવ થવાની સંભાવના છે.

વૃશ્ચિક
શુક્ર તમારી રાશિમાં ૯ મા ભાવ પર ગોચર કરશે. બધુ સામાન્ય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. લાંબી યાત્રા કરવાના યોગ બની શકે છે.

ધન
શુક્ર ગ્રહ તમારી રાશિના ૮ મા ભાવમા પ્રવેશ કરશે જેથી તમને ગુપ્ત રોગ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય શકે છે તથા આધ્યાત્મિકતા તરફ તમારુ ધ્યાન લાગશે.


મકર
શુક્રનુ ગોચર ૭ મા ભાવમા હોવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ સંબંધ માટે સારો સમય છે. નોકરી અથવા વ્યવસાયમાં લાભ મળી શકે છે.

કુંભ
૬ઠ્ઠા ભાવમા શુક્રનુ ગોચર થવાથી મહેનત વધારે કરવી પડશે ત્યારે લાભ થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી પડશે, ખર્ચા સંભાળીને કરવા.


મીન
શુક્રનુ ગોચર તમારી રાશિમાં પ માં ભાવમાં થશે. આવું થવાથી તમારી આવકમાં વધારો થશે. લગ્નજીવનમાં અચાનક ખુશી આવશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,470 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>