શુક્ર એ પ્રવેશ કર્યો સિંહ રાશિમા, જાણો કઈ કઈ રાશીના જાતકોને મળશે સુખ…

શુક્રના સિંહ રાશિમાં થતાં પ્રવેશ ને કારણે બધી રાશિઓ પર તેની થોડી-થોડી અસર પડશે. આજે આપણે રાશિ મુજબ આનો શું પ્રભાવ પડશે તેના વિષે જાણીશું.

ચાલો જાણીએ કઈ રાશિ માં શું અસર રહેશે

મેષ :

આ રાશિ વાળા લોકો માટે સારો સંકેત છે. ધંધાદારી લોકો માટે સારા પૈસા કામવાનો યોગ છે. જ્યારે વિધ્યાર્થી માટે સારા માર્કસ લાગવાના પણ યોગ આ રાશિ માં છે.

વૃષભ :

આ રાશિ વાળા લોકો માટે ભવન સુખ ની આશા છે. આ લોકો માતા ની સેવામાં વધુ ધ્યાન આપશે. અને જીવન માં ખુશીઓ આવશે. માનસિક તણાવ દૂર થશે.

મિથુન :

આ રાશિ ધરાવતા વ્યક્તિ ઑ પર માં લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ થશે. અને ધન સંબંધિત જે પણ દુખ હોય તે દૂર થવા લાગશે.

કર્ક :

પરંતુ આ લોકો કે જે કર્ક રાશિ માં છે એના માટે આવતો સમય થોડો પીડાદાયક હોય શકે છે. તમારું મન કોઈ નાની સમસ્યા માં ગૂંચવાયેલું રહેશે. અને કામ નું ભારણ વધતું જશે.

સિંહ :

શુર્કના આ લોકો પરની અસર ની વાત કરીએ તો તમને કોઈક સારા માણસ ની પ્રાપ્તિ થશે જે તમને સારા કામો કરવામાં મદદરૂપ થશે. અને તમારું ઘર માંગલ્યમય રહેશે.

કન્યા :

આ રાશિ વાળા લોકો માટે ધન ધાન તો છેજ પણ સાથે સાથે તમારા બાળકો અને પત્ની સાથે તમારું તાલમેલ નહી થાઈ. વ્યાપાર માં થોડો એવો લાભ દેખાશે.

તુલા :

આ રાશિ માં જન્મેલા લોકો કે જેનું લગ્ન જીવન હજી ચાલુજ નથી થયું એના માટે લગ્ન ના યોગ દેખાશે. અને એ લોકોના સ્વાસ્થ્ય માં પણ બદલાવ આવશે. ખુશીઓનું આગમન થશે.

વૃશ્ચિક :

આ લોકો ના કામ માં ચતુરાઇ નું આગમન થશે. તમારું મન ભગવાનની પૂજા તરફ વળશે. તમારા રૂપ રંગ માં થોડો નજીવો ફેરફાર દેખાશે.

ધન :

આ રાશિ વાળા લોકો કે જેને પોતાના સગા ભાઈ નો સાથ સહકાર ની જરૂર છે એને હવેથી ભાઇનો સાથ મળશે. સમાજમાં તમારૂ માન સન્માન વધશે.

મકર :

શુક્ર ના પરિવર્તનને કારણે આ લોકો માં વાહન નો યોગ ખુલશે. જો તમારા પર કોઈ દેવું હશે તો એ દૂર થશે. પણ હા તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે.

કુંભ :

ખુશી ની આગમન એટલે કુંભ રાશિ, આ લોકો માટે વિદેશ જવાનો યોગ છે. પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ના મૂકવો.

મીન :

આ રાશિ વાળા લોકો નું ભવિષ્ય ઉજવાળ દેખાઈ રહ્યું છે. આર્થિક રીતે આ લોકો સદ્ધર થશે. કામ માં થોડી નિરાશા રહેશે. પણ ધ્યાન થી કર્યા કરવાથી સમસ્યાનું નિરાકરણ આવશે.

Comments

comments


3,435 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 5