શુ તમને ખબર છે હળદળ વાળુ દૂધ પીવાથી મળે છે અનેક રોગોમાંથી છુટકારો, જાણો કયા રોગો?

શ્વાસ લેવામાં થતી મુશ્કેલી

આપણાં રોજિંદા આહાર માં વપરાતી હળદર અતી સુક્ષ્મ જંતુઓ અને વાઈરસન ને નાબૂદ કરે છે. હળદર અનેક પ્રકારના વાઈરસના ચેપોને મટાડે છે. માટે હળદર શ્વાસ ની તકલીફ માં પણ ખૂબ ઉપયોગી છે. હળદર ગરમ હોવાથી શરીરમાં ગરમાવો ઉત્પન કરે છે, જેથી ફેફસા માં રહેલો કફ હળદર વાળું ગરમ દૂધ પીવાથી મટી જાય છે.અને ગળા માં આવેલા સોજા માં પણ રાહત થાઈ છે.

સોજા અને બળતરા

હળદર વાળું ગરમ દુધ પીવાથી શરીર માં થતી બળતરા અને સંધિવા,ગળા નો સોજો જેવા અનેક રોગો મટી જાય છે. તે કુદરતી એસ્પિરિન તરીકે પણ જાણીતું છે તે માથાનો દુખાવો,સોજા જેવા રોગો માં ઉપયોગી થાઈ છે.

શરદી અને ઉધરસ

હળદર વાળું દૂધ પીવાથી શરદી અને ઉધરસ મટી જાય છે. માટે શરદી અને કફનો સૌથી ઉત્તમ ઈલાજ હળદરવાળા દુધને ગણવામાં આવે છે, કેમ કે હળદર થી વાઈરસ અને જીવાણુ નાશ પામે છે. હળદરવાલું દૂધ પીવા થી ગળામાં થતી બળતરા અને શરદી મટી જાઈ છે.

કેન્સર

હળદરવાળું દૂધ પીવાથી અનેક પ્રકાર ના કેન્સરો જેવા કે બ્રેસ્ટ કેન્સર, ત્વચા નું કેન્સર, ફેફસાંનું કેન્સર, અને આંતરડાના કેન્સરને મટાડે છે, હળદર માં સોજો દુર કરવાનો ગુણ રહેલો છે. આથી કેન્સરના કોષો ડી.એન.એ.ને નુકસાન પહોંચાડી શકતા નથી, માટે હળદર વાળા દૂધ થી રાહત રહે છે.

માથાનો દુખાવો અને તાવ

હળદરવાળું દુધ પીવાથી તાવ અને માથાના દુખાવા માં રાહત થાય છે. અને કરોડરજ્જુ અને સાંધાઓ મજબુત બને છે.

હળદર લોહીને ચોખ્ખું કરે છે

લોહી ચોખ્ખું કરવા માટે હળદરવાળું દુધ ખુબ જ ઉપયોગી છે. જેનાથી લોહીને નવી શક્તી મળે છે અને રક્તપરીભ્રમણ થાય છે. લોહી પાતળું થાય છે, જેથી લોહીની કેશનલીકાઓના સમગ્ર તંત્રને ચોખ્ખું કરી દે છે અને બીજી રક્તવાહીનીઓમાં જામેલો કચરો બહાર ફેકી દે છે.

હળદર થી હાડકાં મજબૂત બને છે

હળદરવાળા દુધમાં કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત બને છે. જેનાથી હાડકાને નુકશાન થતું નથી અને હાડકાં પોચાં થતાં નથી.

હળદર થી પાચનશક્તી વધે છે

હળદર વાળું દૂધ પીવાથી આંતરડાને સારો લાભ થાય છે, અને જઠર તેમ જ આંતરડાંનાં ચાંદાંમાં સારો એવો ફાયદો થાય છે. જેનાથી પાચનશક્તી સુધરે છે જેથી અલ્સર, અપચો અને ઝાડા જેવા રોગો માં રાહત થાઈ છે.

વજન કાબુમાં કરવું

હળદર વાળા દૂધ થી ચરબી ઓગળવા લાગે છે. જેનાથી આપણું વજન કાબૂમાં રહે છે.

ખરજવું મટે છે

હળદરવાળું દુધ પીવાથી ખરજવું મટી જાય છે.

અનીદ્રા

હળદરવાળું દુધ પીવાથી શરીરમાં ટ્રીપ્ટોફેન નામનું પ્રોટીનનું એક ઘટક ઉત્પન થાય છે, જેનાથી સરસ મજાની ઉંઘ આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,358 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>