શુ તમે પણ પેટની ચરબી અને મોટાપાથી કંટાળી ગયા છો, તો અજમાવો આ ડ્રિંક અને હમેશા માટે છુટકારો મેળવો આ સમસ્યાથી…

આજકાલ બધા લોકો વજન વધવાથી પરેશાન છે. વજન ઓછું કરવા ભૂખ્યા રહેવું કે ખાવા-પીવાનું બંધ કરવાની જરૂર નથી. પરંતુ પોતાના ખાવામાં થોડું ધ્યાન રાખવું જોઇએ. તીખા તળેલા પદાર્થો ના ખાવા જોઇએ. અને ડાયટમાં એવી વસ્તુ લેવી કે જે ભોજન પચાવવામાં મદદ કરે. મોટાપાથી અનેક રોગો થાઈ છે.

આપણે થોડું ધ્યાન રાખીએ તો વજન માં કંટ્રોલ કરી શકાઈ છે. જેમકે સવારે ઊઠીને ખાલી પેટ શું ખાવું, રાત્રે ઊંઘવા પહેલા શું ખાવું, દિવસ દરમ્યાન પાણી ક્યારે અને કેટલી માત્રા માં પીવું. દિવસનું ભોજન કેટલા અંતરમાં અને કેવી રીતે કરવું આ બધુ ધ્યાન રાખવામા આવે તો વજન ઘટાડી શકાઈ છે. અહી આપણે ડ્રિંક વિષે વાત કરીશું ડ્રિક પીવાથી વજન ઓછું કરી શકાઈ છે.તો ચાલો તે ડ્રિંક કેવી રીતે બનાવવું તે જાણીએ.

1. વજન ઘટાડવા માટેનું ડ્રિક બનાવવાની સામગ્રી:

2 સિંગ ભીંડા

ચમચી આદું ખાંડેલુ

જીરું 1 ચમચી

ચમચી મેથીના દાણા

વરિયાળી 2 ચમચી

કોથમીર બીજ

બનાવવાની રીત:

એક ગ્લાસ પાણી માં 2 થી 3 ભીંડા નાખવા.ભીંડા કાપીને નાખવા આખી રાત તે પાણી માં રાખવા બીજા પાણીને ગરમ કરીને તેને કોઈ જગ કે બોટલમાં ભરી લો હવે આ પાણીમાં મેથીના દાણા, જીરું, કોથમીરના બીજ, વરિયાળી અને બારીક કાપેલ આદુ નાખી આખી રાત આ પાણી ને રાખવું.

સવારે આ બંને પાણીને ગાળી લો. સવારે ઊઠીને નાસ્તો કર્યા પહેલા ભીંડાના પાણીમાં અડધો ગ્લાસ બીજા મિશ્રણનું પાણી મિક્ષ કરીને પીવું. ભીંડાથી બનેલ પાણીને સંપૂર્ણ તે સમયે જ પૂરું કરી દેવું અને બીજા પાણી ને આખો દિવસ પીવું. આ ડ્રિંક થી ચરબી ઓગળે છે.

ભીંડામાં એન્ટિઓક્સિડન્ટ, હિમોગ્લોબીન અને આયર્ન હોવાથી તે ભોજન પચાવવામાં મદદ કરે છે. અને વધારાની ચરબી જમા થવા દેતું નથી.

2. હવે આપણે બીજા ડ્રિંક વિષે વાત કરીશું આ ડ્રિંક થી પેટના નીચેના ભાગની ચરબી ઓછી થાઈ છે.

ડ્રિંક બનાવા માટેની સામગ્રી:

2 લીંબુ

આદુ નો કટકો

1 કાકડી

તુલસીના અર્ક

ડ્રિંક બનાવવાની રીત:

કાકડી અને લીંબુની પાતળી સ્લાઇસ કરવી. પછી આદું છીણી નાખવું. ત્યારબાદ આ બધી વસ્તુઓને એક જગ પાણીમાં આખી રાત રાખવું. સવારે આ પાણીમાં તુલસીનો અર્ક મિક્ષ કરવો. પછી આખો દિવસ જયારે તરસ લાગે ત્યારે આ ડ્રીંક પીવું. સાંજના 6 વાગ્યા સુધીજ પીવું. આ ડ્રીંક પીવાથી શરીરની એનર્જી વધે છે. આ ડ્રિંક પીવાથી તમારા શરીર માં ફેરફાર જોવા મળશે. અને શરીર માં આળશ પણ નહીં આવે. અને પેટ પરની ચરબી ઘટી જશે.

3. હવે આપણે એલોવીરા નું ડ્રિંક બનાવીશું

ડ્રિંક બનાવા માટેની જરૂરી સામગ્રી:

એલોવેરા

મધ

લીંબુ

બનાવવાની રીત:

2 કાપેલા લીંબુ અને 1 એલોવેરાના પાંદડાનું જેલ કાઢી ને એક જગ પાણી માં નાખવું. આ પાણીને આખી રાત માટે રાખી દો. સવારે આ પાણીમાં 2 ચમચી મધ નાખવું. પછી આ ડ્રિક ને નાસ્તા પહેલા પીવું. આ ડ્રીંકને આખો દિવસ પણ પી શકાઈ છે. આ ડ્રીંક આપણી ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. અને ચરબી ઘટાડે છે.

નોધ:

ઉપર જણાવેલ 3 ડ્રીંક માંથી એક દિવસમાં એક ડ્રીંકનું જ સેવન કરવું. એક સાથે બધા ડ્રિક ના પીવા. ડ્રીંકની સાથે થોડું ખાનપાન માં પણ ધ્યાન રાખવું જોઈએ. અને રોજ સવારે એક્સરસાઇઝ કરવી જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,274 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>