આજે સિટી માં રહેતા લોકો પેકેટ વાળું દૂધ જ વાપરે છે, પણ આ દૂધ પહેલાથી જ પોઈશ્ચરાઈઝડ હોય છે. એનો મતલબ કે આ દૂધ ને પહેલાથી જ ઉચ્ચા તાપમાને ગરમ કરીને બાદમાં ઠંડુ કરવામાં આવેલું હોય જેને આપણે પોઈશ્ચરાઈઝેશન કહીએ છીએ છે.
આમ કરવાથી કોઈ પણ દૂધને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. અને આવું કરવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા પણ મરી જાય છે. જે લોકો ખુલ્લું દૂધ વાપરે છે તેને ઘણી સાવધાની રાખવી પડે છે, તેને ગાળવું કે ઉકાળવું પડે છે.
લૂજ માં મલતા દૂધ ને ખરીદ્યા પછી દૂધને વધારે તાપમાન પર ઉકાળી ને ઠંડુ કરવું પડે છે. જો આવું નહીં કરીએ તો તે તો થોડા કલાકોમાં ખરાબ થઈ જશે. આવી આદતને કારણે લોકો આ પ્રક્રિયા પેકેટવાળા દૂધ માં પણ કરે છે.
પૅકિંગ માં એટલેકે કોથળીનું દૂધ ને ગરમ કરવું જોઈએ કે નહીં એ સવાલ ઘણા લોકોના મનમાં ઉઠે છે. ઘણા લોકો એમ મને છે કે દૂધ પ્લાસ્ટિક માં આવતું હોવાથી ગરમ કર્યા વગર નું પીવું નુકશાન કારક છે.
અમુક લોકો દૂધને એટલા માટે ગરમ કરે કે તે વધારે સમય સુધી સારું રહે. પરંતુ તમારી જાણ ખાતર આ વસ્તુ કરવી જરૂરી નથી. અને લોકોના મનમાં આ સવાલ આવવો સ્વાભાવિક કે શું પોઈશ્ચરાઈઝડ દૂધને ગરમ કરવું જોઈએ કે નહીં
શામાટે ગરમ કરવું ન જોઈએ પોઈશ્ચરાઈઝડ દૂધ?
“ફૂડ સેફટી” ના સંસ્થાપક, ડૉ. સૌરભ અરોડા ના કહેવા મુજબ પોઈશ્ચરાઈઝડ દૂધને ગરમ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે દૂધકંપની પેકીંગ કરતા પહેલા દૂધને સારી રીતે પોઈશ્ચરાઈઝડ કરીને અને જંતુરહિત બનાવી લે છે.
પણ ઘણા લોકો તેને ફરીથી ગરમ કરે હે જેથી એમાં રહેલા પોષક તત્વ ઓછા થઈ જાય છે અથવા નષ્ટ પણ થઈ જાય છે. તેથી પેકેટ વાળા દૂધની ગુણવત્તા બનાવી રાખવા માટે તેને ઘરે ક્યારેય ગરમ ન કરવું જોઈએ.
પૅકિંગ વાળા દૂધને 4 ડિગ્રી તાપમાન પર સાત દિવસ સુધી આરામ થી સાચવી શકાઈ છે. અને ખાસ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે દૂધના પેક પર એક્સપાયરી ડેટ લખેલી હોય તેનાથી વધુ સાચવું ના જોઈએ. અને તે તારીખ પહેલા દૂધ ખરાબ થવાની સંભાવના ઓછી હોય છે.