ચોમાસાની સીજનમાં તીખું, મસાલેદાર ખાધા પછી કઈક મીઠું ખાવાનું મન થાય છે. કહેવત છે કે “ખાને કે બાદ કુછ મીઠા હો જાયે.” આ મગદાળ નો હલવો એ આખા ભારત માં મશહુર છે. તહેવાર અને લગ્ન પ્રસંગ માં બનાવામાં આવે છે. મગદાળ નો હલવો નાના બાળકો થી માંડી ને મોટાઓ ખાય છે. તો તમારે પણ મગદાળ નો હલવો બનાવતા શીખવું છે. તો આવો જાણીએ રેસીપી.
બનાવા માટે ની સામગ્રી:
100 gm ધોયેલી મગદાળ
100 gm દેશી ઘી
150 gm સાકર અથવા ખાંડ
10 બદામ ઝીણી સમારેલી
5 નાની એલચી પીસેલી
100 gm મોળો માવો
10 કાજુ ઝીણા સમારેલા
10 કિસમિસ
હલવો બનાવવા ની રીત:
પહેલા મગ ની દાળ ને ધોઈ નાખો. ત્યાર બાદ અંદાજે 3 કલાક પાણી માં પલાળી દો. ત્રણ કલાક પલાળયા પછી તેને પાછી ધોઈ લો, અને તેમાં રહેલું પાણી કાઢી તેને મિક્સર માં ક્રસ કરી લો.
કડાઈ ગેસ પર મૂકો કડાઈ ગરમ થઈ ગયા પછી તેમાં ઘી નાખો, ઘી ઓગળી જાય પછી તેમાં દાળ નાખી દો અને મધ્યમ તાપે દાળ ને શેકતા રહો. આ દાળ ને સતત હલાવતા રેહવું જેથી કરી ને તળિયે બેસી ના જાય.
થોડીવાર પછી દાળ માથી ઘી છૂટું પડી જશે, અને તે વાસણ માં પણ ચોટશે. આવું થાય પછી દાળ ને એક બીજા વાસણ માં કાઢી લો. એક વાસણ માં મોળો માવો નાખી તેને પણ હળવા હાથે ગરમ કરો. માવો ઢીલો થઈ જાય પછી તેને ઉતારી લેવો. અને દાળ માં નાખી મિક્સ કરી દેવું.
એક બીજું વાસણ લઈ તેમાં ખાંડ નાખો અને જેટલી ખાંડ હોય એટલું પાણી નાખી દેવું, પછી ગરમ થવા દેવું. પાણી ને ગરમ કરી લેવું. ખાંડની ચાસણી બનાવવાની છે. ચાસણી બની ગઈ છે કે કેમ તે જાણવા માટે એક ડિશ માં 1-2 ટીપાં ચાસણી નાખી ને બે આંગળીઓ વડે જુઓ કે તાર થાય છે. જો તાર દેખાય તો માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. ચાસણી થઈ ગયા પછી તેને ગેસ પર થી ઉતારી લેવું.
એક વાસણ ને ગેસ પર મૂકીને તેમાં દાળ નું મિશ્રણ નાખવું. પછી તેમાં ચાસણી નાખી દેવી, આ બધા મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રેહવું. ધીમે-ધીમે હલાવતા લગભગ 7-8 મિનિટ ચાસણી અને દાળ ને એકબીજા સાથે ભળતા લાગશે. પછી તેને ગેસ પર થી ઉતારી લેવું.
હવે તમારો મગ દાળ નો હલવો રેડી છે. તેના પર કાજુ, કીસમિસ, બદામ, અને પીસેલી એલચી થી સજાવો. અને પછી આ હલવા ને ફ્રીઝ માં એક અઠવાડિયું રાખી શકો છો. આ હલવા ની અંદર તમે પહેલા જ્યારે બધુ મિશ્રણ હલાવતા હતા ત્યારે પણ બદામ. કીસમિસ, કાજુ અને એલચી નાખી શકો છો.આ હલવો ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. તો ખાઓ ને મજા માણો.