શુ તમે કબજિયાતથી પરેશાન છો ? તો જાણો જટિલ અને જુના કબજિયાત ને મૂળમાંથી દુર કરીને પેટને સાફ કરવાનો ઉત્તમ ઉપાય…

કબજિયાત થવાના કારણો :

આજના સમય માં મોટા ભાગ ના લોકો ને કબજિયાત થાઈ છે. તેનું કારણ મોડે સુધી જાગવું. શારીરિક શ્રમ ના કરવો. તળેલી વસ્તુ નું સેવન કરવું. મેંદા વાળી વસ્તુ ખાવી. જમેલો ખોરાક ના પચવો. અને ટેન્શન ના લીધે કબજિયાત થાઈ છે અને કબજિયાત થી અનેક રોગો થાઈ છે. કબજિયાત મટાડવા માટે અહી કેટલાક ઉપાયો બતાવામાં આવ્યા છે.

કબજિયાત મટાડવા માટેનું ચૂર્ણ.

બજાર માં આખી હરડે મળે છે તે લઈ તેને 24 કલાક છાશમાં પલાળી દેવી. પછી તેને કોરી કરી સૂકવી દેવી. સુકાઈ ગયા બાદ તેને મિકચરમાં ક્રશ કરી પાઉડર બનાવો. સંજના સૂતા સમયે આ પાઉડર પીવો જેનાથી કબજિયાત અને પેટ ના રોગ મટી જાઈ છે.

હરડેના પાવડરને એરંડીના તેલમાં શેકી ને વાપરવાથી વધુ ફાયદો થાઈ છે. તળેલી વસ્તુ ઓછી ખાવી જોઇએ. ઘઉં માં માં ચણા ભેળવી ને લોટ દળાવવો. ફાઈબર વાળો ખોરાક વધુ ખાવો. જેનાથી કબજિયાત રહેતો નથી.

કબજિયાત મટાડવા માટે કેવું ભોજન લેવું જોઇએ.

શાકભાજીમાં પરવળ, તુરીયા, ટીન્ડોરા, દુધી, બટેટા, પાલક અને મેથી જેવા શાક ખાવા જોઇએ. વધુ તીખું તળેલું ના ખાવું. દાળ માં મસૂરની દાળ ખાવી. ઘઉં અથવા જૌઊ ની રોટલી ખાવી.

આંબળા, દ્રાક્ષ, અંજીર, સુકી દ્રાક્ષ, સંતરા, તરબૂચ, કાકડી, ટમેટા, લીંબુ, કોબી, ગાજર, પપયું , લીંબુ, મોસંબી, વગેરે ફળોનું સેવન કરવું જોઇએ.

પાણી વધુ પીવું જોઇએ. સવારે ઉઠી ગરમ પાણી પીવું. મગની દાળ વાળી ખિચડી ખાવી.ફાઈબર વાળી વસ્તુ વધુ પ્રમાણ માં ખાવી. પાંદડા વાળા શાકભાજી પાલખ, મેથી, જેવી ભાજી ખાવી.જો એમ છતાં કબજિયાત ના મટે તો ઇસબગુલ પાણી માં પલાળી પીવું. તેનાથી કબજિયાત મટી જાઈ છે.

 

કબજિયાતમાં શું કાળજી રાખવી જોઇએ.

કબજિયાત થતો હોય તેવી વ્યક્તિ એ તળેલા પદાર્થો, વધુ તીખો અને મસાલા વાળો ખોરાક ના લેવો જોઇએ. આથાવાળી વસ્તુ ના ખાવી જોઈએ. રબડી, મલાઈ, પેંડા વગેરેનું સેવન ન કરવું. ઉજાગરા ના કરવા. સવારે ઉઠી ગરમ પાણી સાથે હરડે પાઉડર પીવાથી કબજિયાત થતો નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,320 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>