શું તમે જાણો છો વેસ્ટર્ન ટૉઈલેટથી થઇ શકે છે આ ગંભીર બીમારી? ભારતીય ટોયલેટ છે આપણા માટે શ્રેષ્ઠ

મિત્રો, આપણા દેશ પર થી વિદેશી શાસન કાળ ચાલ્યુ ગયુ તેનો ઘણો લાંબો સમયગાળો વીતી ગયો છે. પરંતુ, તે લોકો ની જીવનશૈલી નો આપણા માનસમાથી અંત નથી થયો અને આ જીવનશૈલી આપણી સંસ્કૃતિનો નાશ કરી રહી છે. હાલ આપણા દેશ મા મોટા ભાગ ના લોકો પશ્ચિમી સંસ્કૃતિ નુ આચરણ કરી રહ્યા છે.

જેમ કે , તેમનુ જીવતુ જાગતુ ઉદાહરણ જોઈએ તો હાલ ઘરો મા બનાવાતા વેસ્ટર્ન શૈલિ ના ટોઈલેટ. વાસ્તવિકતા મા જોવા જઈએ તો આ વેસ્ટર્ન ટોઈલેટ મા તમે ઘણા કમ્ફર્ટેબલ રહી શકો પરંતુ , શુ તમે જાણૉ છો કે આ થોડા સમય નિ કમ્ફર્ટ તમારા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે. તો ચાલો તમને હાલ વેસ્ટર્ન ટોઈલેટ ના ગેરફાયદા તથા ભારતીય ટોઈલેટ ના ફાયદાઓ વિશે આ લેખ મા જણાવીશુ.

જ્યારે પણ કોઈ માણસ ભારતીય ટોઈલેટ મા શૌચક્રિયા માટે જાય છે તો ત્યારે તેમનુ બોડી ડાયરેક્ટ ટોઈલેટ સીટ ના સંપર્ક મા નથી આવતુ. જેથી તેમના શરીર મા કોઈપણ પ્રકાર ના ગંભીર બેકટેરીયા તથા વાઈરસ નો પ્રહાર થવા નો કોઈપણ પ્રકાર ના ચેપ નો ભય રહેતો નથી અને સ્વચ્છતા પણ જળવાઈ રહે છે.

જ્યારે ભારતીય શૌચાલય મા શૌચક્રિયા માટે પગ ના બળ પર બેસીએ તેથી પગ ના સ્નાયુઓ પર યોગ્ય દબાણ આવે છે તથા સમગ્ર દિવસ મા કોઈપણ વધારા ના પરિશ્રમ વગર વ્યાયામ થઈ જાય છે અને આ ઉપરાંત આપના સ્નાયુઓ ની મજબૂતાઈ મા પણ વૃધ્ધિ થાય છે.

આ સિવાય જો ઘર મા ભારતીય શૈલી પ્રમાણે નુ શૌચાલય હોય તો તમે કેન્સર જેવી જીવલેણ ગંભીર રોગ તથા પેટ ને લગતી સમસ્યાઓ મા થી પણ મુક્તિ મેળવી શકો છો. આ શૌચાલય મા શૌચ ક્રિયા કરવા થી મોટા આંતરડા મા સમાવિષ્ટ ફેટી પદાર્થ એટલે મળ-મૂત્ર યોગ્ય રીતે બહાર નીકળી જાય છે.

આ ઉપરાંત આ શૌચાલય ને લીધે તમને કબજિયાત , એપેન્ડિક્સ તથા કોલોન કેન્સર જેવી સમસ્યાઓ ઉદ્દભવવા નો ભય રહેતો નથી. એક વિશેષ વાત એ પણ છે કે જો ગર્ભધારણ કરેલી મહીલાઓ ભારતીય શૈલી પ્રમાણે નિર્મિત શૌચાલય નો યુઝ કરે તો તેની ગર્ભાશય ની કોથળી પર કોઈપણ પ્રકાર નુ દબાણ રહેતુ નથી તથા આવનાર શિશુ પર પણ કોઈ જાત ની ખરાબ અસરો રહેતી નથી.

જો આપણે આ તમામ વાતો ને સ્પષ્ટ રીતે સમજીએ તો વાસ્તવિકતા મા ભારતીય શૈલી પ્રમાણે નિર્મિત શૌચાલય એ વિદેશી શૌચાલય ની સાપેક્ષ મા શ્રેષ્ઠ છે. આ શૌચાલય ના ઉપયોગ થી આપણે અનેક પ્રકાર ની જીવલેણ બિમારીઓ ને ટાળી શકીએ. આ વાત ની સાપેક્ષ મા વિદેશી બનાવટ ના શૌચાલયો ની બેઠક તો સીધી છે પરંતુ તેના ગેરફાયદાઓ પણ વધુ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,306 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =