શુ તમે બગલ ની કાળાશ થી પરેશાન છો? અપનાવો ફક્ત 10 રૂપિયાનો આ ઘરેલુ નુસ્ખો…

દોસ્તો જ્યારે આપણે સ્લીવ લેસ કપડાં પહેરવાનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલો વિચાર એ આવશે કે કોઈ મારી બગલ જોશે તો શું વિચારશે. જેને દૂર કરવાના આપણે ઘણા રસ્તા પણ અપનાવી લીધા હશે જેથી કાળાશ દૂર થાઈ. પર પરિણામ તો જીરો જ હોય છે.

તો આજે આપણે એક એવો ઘરેલુ ઉપાઈ કરીશું જેથી તમારા અંડર આર્મ્સ ની કાળાશ એક દમ દૂર થઈ જશે. આમ તો કાળાશ ના ઘણા કારણો હોય શકે જેમ કે એ ભાગની સાફ સફાઈ ના કરવી, બગલના વાળ દૂર ના કરવા, કે પછી વાળ દૂર કરવા માટે ખરાબ કંપનીના સાધનો વાપરવા.

કાળાશ દૂર કરવા માટેની વસ્તુ તમને ઘરમાથી સરળતાથી મળી જશે. આ વસ્તુ છે “ખાંડ” અમે એજ ખાંડ ની વાત કરીએ છીએ જે મીઠાઇ અને ચા બનાવમાં વપરાય છે. બગલની કાળાશ દૂર કરવા માટે ખાંડ એક રામબાણ ઈલાજ છે.

જો તમે આ ઉપાય દ્વારા તમારી કાળાશ દૂર કરવા માંગતા હોય તો ખાંડ સાથે થોડું મધ પણ જોશે. આ બન્ને વસ્તુનું મિશ્રણ ખૂબ લાભકારક છે. આ માટે તમારે સૌ પ્રથમ એક વાટકીમાં તમારી જરૂરિયાત પ્રમાણે ખાંડ અને મધને મિક્ષ કરો. આ મિશ્રણ ને બગળ ના કાળાશ વાળા ભાગ પર લગાવી માલિશ કરો. 10 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખો.

જ્યારે ઉપર મુજબની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી આપણે એક બીજો લેપ પણ લગાડવો પડશે. જેના માટે બજારમાંથી ચારકોલ(કોલસો) લઈ તેમાં જરૂરિયાત પૂરતા મધને નાખી વ્યવસ્થિત મિક્ષ કરી લો. આ લેપ ને બગલના ભાગ પર લગાવી 10-15 મીનિટ સુકાવા દો ત્યારબાદ હુંફાળા પાણી વડે ધોઈ લો. આ પ્રોસેસ દ્વારા ફક્ત 2-3 દિવસમાં જ કાળાશ પડતા દાગ દૂર થશે.

Comments

comments


4,055 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 1 =