શુ તમારી પાસે પણ ખિસ્સામા પૈસા નથી ટકતા, તો કરો આ સરળ ઉપાય ચારે બાજુથી થશે પૈસાનો વરસાદ…

આજ ના સમય મા મનુષ્ય ના જીવનનિર્વાહ માટે સૌથી મહત્વ ની વસ્તુ છે પૈસા. પૈસા વગરનું જીવન એકદમ અધૂરું અને અઘરું હોય છે. જો કોઈપણ માણસ પાસે પૈસા નથી તો એની સાથે સગા-વ્હાલા પણ સાથ છોડી દે છે અને જો પૈસા હોય તો નવા સંબંધો પણ આપમેળે બંધાય જાય છે. પૈસાદાર વ્યક્તિ ને સમાજ મા પણ માન-સમ્માન મળે છે.

અત્યાર ના આધુનિક યુગ મા પૈસા માટે માણસ ગાંડો તુર બન્યો છે. તે પૈસા કમાવવા માટે રાત-દિવસ અઢળક પરિશ્રમ કરે છે જેથી તે વધુ ધન કમાઈ શકે પણ ઘણા લોકો મેહનત તો કરતા હોય છે તે છતાં પૈસો તેમની પાસે રેહતો નથી. શું તમે કયારેય આ વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવું થવા પાછળ નુ કારણ તો એજ છે કે મહેનત અને નસીબ બન્ને નો સાથ હોવો જોઈએ. જો નસીબ નો સાથ મળે તો વ્યક્તિ ને ઓછી મહેનતે વધુ સફળતા પ્રાપ્ત થાય છે.

તો ચાલો જાણીએ એવા પ્રયોગ વિશે કે જેના લીધે ધન તો મેહનત કરતા વધુ મળશે જ સાથોસાથ તે ટકી પણ રેહશે.

૧. રોજ સવારે વેહલા ઉઠવાની ટેવ પાડો. ઉઠતાં ની સાથે નિત્ય પોતાના બન્ને હાથ ના સૌપ્રથમ દર્શન કરી ઇષ્ટદેવ નુ સ્મરણ કરવાથી તમામ મુશ્કેલીઓ દુર થાય છે અને ભાગ્ય ના દ્વાર ખુલી જાય છે.

૨. નિયમિત સવારે સ્નાન પહેલા બધા જ તીર્થો અને નદીઓનું ધ્યાન કરવાથી બધા જ તીર્થો મા સ્નાન કરવાનું પુણ્ય મળે છે. દુર્ભાગ્ય દુર થતો જણાય છે તેમજ સ્નાન કરવાના પાણીમા ગંગાજળ નાખી સ્નાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

૩. સવારે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણ ને તાંબા ના લોટા થી જળ ચઢાવો. આવું કરવાથી સમાજ મા માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠા મા વધારો થાય છે.

૪. નિયમિત સવારે નિત્યકર્મ માંથી નિવૃત થઈ તુલસી ના છોડને જળ ચઢાવી ત્યાં એક દીવો પેટાવવો જોઈએ. તેમજ તુલસીને માતા ગણાય છે માટે તેની સારસંભાળ કરતા રહો અને તેની આજુબાજુ સ્વચ્છતાં નુ વિશેષ ધ્યાન રાખવાથી ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી બન્ને ની કૃપાદૃષ્ટિ તમારા ઉપર રહે છે.

૫. નિયમિતપણે ઘર મા રહેલ પૂજા સ્થાન ને સાફ રાખો. સવાર-સાંજ પૂજા કરતી વખતે ઘી નો દીવો જરૂર થી પ્રગટાવો અને સાથે જ કપૂર પણ સળગાવો.

૬. જયારે પણ કોઈ સારા કામ માટે ઘર થી બહાર જાવ છો તો નીકળતા પેહલા દહીં-સાકર અથવા તો કોઈ પણ મીઠી વસ્તુ ખાઈને જાવું. આ કાર્ય ને અતિ ફળદાયી મનાય છે અને આવું કરવાથી સફળતા મળવાની શક્યતાઓ મા વધારો થાય છે.

૭. દર શનિવારે એક નાની વાટકી મા તેલ લઈ તેમાં પોતાનો ચેહરો જોયા બાદ આ તેલ ને કોઈ ગરીબ ને દાન કરવાથી શનિદેવ તેમજ શનિ ગ્રહ તરફ થી શુભફળ ની પ્રાપ્તિ થાય છે. આવું કરવાથી શનિદેવ ની વિશેષ કૃપાદૃષ્ટિ મળે છે તેમજ શનિદેવ જીવન માં આવનારી તમામ મુશ્કેલીઓ ને દુર કરી ખુશીઓ લાવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,328 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>