શું તમને ખબર છે કે તમારે એક દિવસમા કેટલી રોટલી ખાવી અને કેટલી નહિ?

તમને કદાચ નહિ ખબર હોય પરંતુ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે રોટલી

ઘણીવાર તમને લોકોને વજન ઘટાડવા માટે થય ને ડાયટિંગ કરતા હોય છે પણ આ સમયે તેને ખાવામાથી કોઈ વસ્તુ ઓછી કરે તો તે છે રોટલીની સંખ્યા જે કાર્બોહાઈડ્રેટ્થી ભરપૂર હોવાના કારણે લોકોને લાગે છે કે રોટલી ખાવાથી તેમનુ વજન વધે છે અને આ કારણ થી રોટલી ઓછી ખાય છે પરંતુ શુ તમે ક્યારેય એવુ વિચાર્યું છે કે જો હા તો તમારે જાણવુ જોઈએ કે તમારે એક દિવસમા કેટલી રોટલી ખાવી જોઈએ અને કેટલી નહિ.

વજન ઘટાડવા માટેના જરૂરી પોષક તત્વો

તમારી ઘરે બનતી રોટલીમા માત્ર ને માત્ર કાર્બોહાઈડ્રેટ નહી પરંતુ પ્રોટિન અને ફાઈબર પણ હોય છે જેમા આ ૨ મહત્વપૂર્ણ પોષકતત્વ છે જે આ પોષકતત્વોનુ સેવન એ તમને વજન ઘટાડવા માટે જરૂરી હોય છે અને જો આપણે ૬ ઈંચની એક રોટલીની વાત કરીએ તો તેમા તમારે લગભગ ૧૫ ગ્રામ કાર્બાહાઈડ્રેટ અને ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ફાઈબર હોય છે.

આ તમારી હેલ્થ માટે પણ જરૂરી છે

માટે જો તમે વજન ઉતારવાનુ ડાયેટ પર છો તો તમારા માટે જાણવુ એ જરૂરી છે કે તમારે એક દિવસમા કેટલુ કાર્બોહાઈડ્રેટ લેવુ જોઈએ અને કેટલું નહિ અને જો તમે એક દિવસમા ૨૫૦ ગ્રામ કાર્બ્સ લેવા ઈચ્છો છો જેમા ૭૫ ગ્રામ કાર્બ્સ એને તમે રોટીથી લેવા ઈચ્છો તો ૧ થી ૫ રોટલી ખાઈ શકો છો પરંતુ એ ઘ્યાન રહે કે તમારે એવી ઘણી વસ્તુઓ છે કે જેના દ્વારા તમે તમારા શરીરમા કાર્બ્સ પહોંચે છે અને જે આ વસ્તુઓ ખાંડ દૂધ અને સોડા છે.

સાંજના સમય પછી તમારે ઘટાડવુ જોયે રોટલીનુ સેવન

તમારે વજન ઘટાડવા માટે સૌથી સામાન્ય નિયમ એ છે કે અને એક્સપર્ટ્સ પણ માને છે કે તમારે કાર્બોહાઈડ્રેટ જેવી કે પછી રોટલીને શક્ય હોય ત્યા સુધી તમારે દિવસે જ લેવી જોઈએ અને જો તમે ઈચ્છો તો લંચમા અથવા પછી સાંજે ૪ વાગ્યા સુધી તમે રોટલીને ખાઈ શકો છો પરંતુ આ પછી એટલે કે તમે સાંજે અને રાત્રે તમારે સાવ કાર્બોહાઈડ્રેટનુ સેવન એ ઘટાડી દેવુ જોઈએ.

આમતો શરીરની જરૂરિયાત મુજબ જ કાર્બોહાઈડ્રેટ લેવુ જોઈએ

આમતો કુલ મળીને જોઈએ તો છેલે પરિણામ એવુ નીકળે છે કે તમારે રોટલી ખાવા માટે કોઈ પણ લીમિટ નથી અને તમારે એક દિવસમા કેટલી રોટલી ખાવી તે તમારા શરીરને કેટલા પ્રમાણમા કાર્બોહાઈડ્રેટની જરૂર છે એ અને તમારા વજન ઘટાડવાના લક્ષ્ય ઉપર આધાર રાખે છે માટે જો તમે કાર્બોહાઈડ્રેટ ઓછુ લેવા માગતા હોય તો તમારે સાંજે ૪ વાગ્યા પહેલા રોટલીને ખાઈ લેવી જોઈએ.

Comments

comments


3,493 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4