અમે અને તમે બંને જાણીએ છીએ કે એક સેકંડ ખુબ જ નાની કહેવાય. આપણને એક સેકંડ બગાડતા સહેજ પણ વાર નથી લાગતી. જયારે દુનિયામાં માત્ર એક જ સેકન્ડમાં મોટા મોટા કામો પતી જાય છે. તો ચાલો જાણીએ….
* દુનિયામાં દર ૧ સેકન્ડે ૯૮ કિલો ભોજન ફેંકી દેવામાં આવે છે. આ ભોજન ૯૨ ટકા અમેરિકી જ ફેંકે છે. કારણકે તે એક્સપાયરી ડેટ નું હોય છે.
* છોકરીઓ પોતાને સુંદર વધારવા માટે લીપ્સ્ટીક નો ઉપયોગ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ૧ સેકંડમાં ૬૦ લીપ્સ્ટીક બનાવવામાં આવે છે. તે પણ અલગ કલર અને ક્વાલીટી સાથે.
* બીલ ગેટ્સ પ્રતિ સેકંડ ૧૨,૦૫૪ રૂપિયા કમાય છે એટલેકે એક દિવસમાં ૧૦૨ કરોડ રૂપિયા.
* સંપૂર્ણ વિશ્વમાં દર ૧ સેકન્ડે ૩ બાર્બી ડોલ બનાવવામાં આવે છે. અને દર ૧ સેકન્ડે ૩ બાર્બીને વેચવામાં પણ આવે છે.
* દુનિયામાં દર ૧ સેકન્ડે ૬ બાળકો જન્મે છે. જયારે ૧ મિનીટમાં લગભગ ૨૪૦ બાળકોનો જન્મ થાય છે.