Shocking!! ફેમસ બોલીવુડ અભિનેતા ઓમ પૂરી નું થયું નિધન

om-puri_650x400_81483681360

બોલીવુડના મશહુર અભિનેતા ઓમ પૂરી એ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે. હાલમાં આ ન્યુઝ બોલીવુડ માટે અને તેમના ચાહકો માટે શોકિંગ ન્યુઝ છે.

જણાવી દઈએ કે ઓમ પૂરી ૬૬ વર્ષના હતા. જાણકારી અનુસાર તેમણે અંતિમ શ્વાસ શુક્રવારે લીધા હતા. તેમનો જન્મ ૧૮ ઓકટોબર ૧૯૫૦ ના રોજ હરિયાણા રાજ્યના અંબાલા શહેરો માં થયો હતો. તેમને પોતાનું એજ્યુકેશન પટીયાલા માં અને પુણેમાં કમ્પ્લીટ કર્યું છે.

ઓમ પૂરી ની બોલીવુડ માં ૧૯૮૦ માં આવેલ ફિલ્મ ‘આક્રોશ’ ખુબ સકસેસ થઇ હતી. આ ફિલ્મ થી જ તેમણે બોલીવુડમાં સકસેસ નો સ્વાદ ચાખ્યો હતો. પોતાના ફિલ્મી કરિયર માં તેમણે ઘણી બધી ફિલ્મો કરી અને તે હિટ પણ રહી.

પોતાની ફિલ્મો સિવાય તેમણે બીજાની ફિલ્મોમાં અને ઘણી ટેલિવિઝન સીરીયલમાં પણ પોતાનો અવાજ આપ્યો છે, જેમકે હાલમાં સુપરહીટ થયેલ સીરીયલ ‘જોધા અકબર’. ફિલ્મોમાં સારી છાપ છોડવા સિવાય વિવાદો સાથે પણ જુનો સબંધ રહ્યો.

ઓમ પૂરી એ પોતાના કરિયરમાં ‘આક્રોશ’, ‘અર્ધસત્ય’, ‘જાને ભી દો યાર’, ‘ધાયલ’, ‘આવારા પાગલ દીવાના’ અને ‘ચુપકે ચુપકે’ જેવી સુપરહીટ ફિલ્મોના નામ શામેલ છે. બોલીવુડ માં ઓમ પૂરીના મૃત્યુને લઈને રઝા મુરાદ સિવાય અનુપમ ખેરે શ્રદ્ધાંજલિ આપી છે.

ઓમ પૂરીના કરિયર ની સારી વાત એ છે કે તેમને દેશનો ચોથો સર્વોત્તમ પુરસ્કાર પદ્મશ્રી થી ૧૯૯૦ માં સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય બે વાર બેસ્ટ એક્ટર તરીકે નેશનલ એવોર્ડ પણ પોતાના નામે કરી ચુક્યા છે.

જણાવી દઈએ કે ઓમ પૂરી બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન ની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં નજર આવવાના હતા.

Comments

comments


4,857 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =