મરચાં નો ઉપયોગ સામાન્ય રીતે લોકો ખાવા માટે કરતા હોય છે. દુનિયામાં એવા ઘણા નકામા નમૂનાઓ ભરી પડેલ છે કે જો તમે એક શોધો તો પચાસ નીકળે. આ વ્યક્તિ પણ તે નમુના માંથી જ એક છે. ચાલો જાણીએ આખી વાત…
જો તમને એવું લાગતું હોય કે તમે જ દુનિયાના સૌથી મૂરખ વ્યક્તિ છો, તો તમે ખોટા છો. કારણકે તમે ગમે તેટલા મૂરખ કેમ ન હોય પણ આ મહાન મુર્ખ જેવી હરકતો તો ન જ કરી શકો. આ વ્યક્તિને મરચાં વાળી વસ્તુઓ ખાવામાં નહિ પણ ન્હાવાથી મજા આવે છે.
અહી બતાવવામાં આવેલ વિડીયોમાં ‘કેમરે કેન્ડલ’ નામનો વ્યક્તિ બાથટબમાં ડોલ ભરીને મરચાંની ચટણી નાખે છે અને બાદમાં તેમાં નહાય છે, પછી થાય છે તેના સૌથી ખરાબ હાલ. કેમરે આ વિડીયો યુટ્યુબમાં શેર કર્યો હતો જેણે અત્યારે સુધી ઘણા બધા લોકો જોઈ ચુક્યા છે.
મરચાંની ચટણીથી ન્હાતા પહેલા પણ તે આવા અજીબો ગરીબ વિડીયો બનાવી ચુક્યો છે. તે ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને બીયરથી પણ ન્હાય ચુક્યો છે.