સરગવાની શીંગનું શાક – આ શાક રોટલી , ભાખરી કે રોટલા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ..

મિત્રો તમે સરગવા ની શીંગ બાફેલી કે દાળ માં અથવા તો સાંભર માં ખાધી જ હશે પણ આજે એનું જ એક એવું ટેસ્ટી શાક બનાવો જે બધાં ને ખૂબ જ ટેસ્ટ માં બેસ્ટ લાગશે

સામગ્રી

 • 1 વાટકી ચણા નો લોટ
 • 3 થી 4 સરગવા ની શીંગ
 • 1 વાટકી છાસ
 • 1 ટી સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
 • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
 • 1 ટી સ્પૂન ધાણા જીરું પાવડર
 • 1/2 ટી સ્પૂન હળદર
 • 1/2 ટી સ્પૂન ગોળ
 • 1 વાટકી કોથમીર
 • 2 થી 3 ટી સ્પૂન તેલ
 • ચપટી હિંગ
 • ચપટી ખાવાનો સોડા
 • મીઠું સ્વાદ અનુસારIMG_20180805_122414

બનાવાની રીત.

સૌ પ્રથમ એક પેન માં 2 ટી સ્પૂન તેલ ગરમ કરો.ગરમ થાય એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો.હવે સરગવાની શીંગ ના નાના ટુકડા કરી તેમાં ઉમેરો.IMG_20180805_121244

થોડું મીઠું અને ખાવાનો સોડા ઉમેરી 5 થી 7 મિનિટ ઉકળવા દો જેથી શીંગ બફાઈ જાય.IMG_20180805_122717

હવે એક મોટા બાઉલ માં ચણા નો લોટ ઉમેરી તેમાં કોથમીર,આદુ લસણ ની પેસ્ટ,લાલ મરચું પાવડર,ધાણા જીરું,હળદર,મીઠું અને ગોળ ઉમેરી ધીમે ધીમે છાસ ઉમેરી ઢીલું મિશ્રણ તૈયાર કરો.IMG_20180805_123133_1

હવે જેમાં શીંગ બફાઈ છે તેમાં આ મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જાવ અને સાથે હલાવતા જાય જેથી કરીને ગંઠા ના પડે.હવે 5 મિનિટ ઢાંકી ને લોટ ને પાકવા દેવો.IMG_20180805_123521

5 મિનિટ પછી બેસન પાકી જાય તો ગેસ નીચે થી ઉતારી ગરમા ગરમ જ સર્વ કરવું.તો તૈયાર છે સરગવાની શીંગ નું શાક સરગવાની શીંગ ખાવા થી ઘણાં ફાયદા થાય છે અને જો એમાં પણ આ રીતે ટેસ્ટી શાક બનાવો પછી તો જે ના ખાતા હોઈ એને પણ પસન્દ આવી જ જાય. IMG_20180823_165325

સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન જોવા મળે છે. પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તેના સિંગોનુ અથાણુ અને ચટણી અનેક બીમારીઓમાંથી મુક્તિ આપવવામાં મદદરૂપ છે. આ ફક્ત ખાનારાઓ માટે જ નહી પણ જે જમીન પર તેને લગાડવામાં આવે છે એ માટે પણ લાભકારી છે.

રસોઈની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,715 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>