જીવનમાં સફળતાની સીડી ચઢવા માટે પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ. કંઈક બનવાનું સપનું છે તો તે સપનું પૂરુ કરવા માટે મજબૂત મનોબળ હોવું જોઈએ. આજની કહાની એક એવી છોકરીની છે જેને બાળપણથી સપનુ હતું કે તે મોટી થશે ત્યારે પોલીસ બનીને દેશની સેવા કરશે. આજે તેનું સપનુ પૂરુ થઈ ગયું છે. આજે આ છોકરી આઈપીએસ ઓફિસર બની ગઈ છે. હવે શાલિનીને સર્વશ્રેષ્ઠ આઈપીએસ ટ્રેની તરીકે પસંદ કરવામાં આવી છે.29 વર્ષની આ છોકરીનું નામ શાલિની અગ્નિહોત્રી છે. શાલિનીને આઈપીએસની સર્વશ્રેષ્ઠ ટ્રેનીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ ટ્રેની ઓફિસર હોવાને કારણે પ્રધાનમંત્રીના પ્રતિષ્ઠિત બેટન અને ગૃહ મંત્રીની રિવોલ્વર પણ તેમને આપવામાં આવી છે.
શાલિનીના પિતા રમેશ એચઆરટીસી બસમાં કંડક્ટર છે. તેમની માં હાઉસ વાઈફ છે. તમને જણાવી દઈએ કે શાલિની હિમાચલવા ઉનાના ઠઠ્ઠલ ગામની રહેવાસી છે. શાલિનીનો જન્મ 14 જાન્યુઆરી 1989માં થયો છે. બાળપણથી જ તેમને હંમેશા માતા-પિતાનો સપોર્ટ મળ્યો છે. તેમના માતા-પિતાએ જણાવ્યું કે શાલિની હંમેશાથી અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થીની રહી છે અને સ્કૂલમાં પણ તે હંમેશા અભ્યાસમાં તેનું પર્ફોમન્સ સારું રહ્યું છે.
શાલિનીએ ધર્મશાલાની DAV સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે પછી હિમાચલ પ્રદેશ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજયુએશન પૂરુ કર્યું છે. શાલિનીએ જણાવ્યું કે, “મારા માતા-પિતા મારી તાકાત છે જેમને મને પૂરી આઝાદી આપી અને એવી શિક્ષા આપી જેની મદદથી આજે હું મારું સપનુ પૂરુ થયું છે”.
આવી રીતે શરૂ કરી યૂપીએસસીની તૈયારી- શાલિનીએ જણાવ્યું કે જ્યારે “જ્યારે મે યુપીએસસીની તૈયારી કરવાનું વિચાર્યું તો તેના વિશે કોઈને વાત નહતી કરી. એટલે સુધી કે મારા પરિવારમાં પણ કોઈને ખબર નહતી. કેમકે, હું જાણતી હતી કે આ દેશની સૌથી અઘરી પરીક્ષામાંથી એક છે”. અને ઘણા લોકો વર્ષો સુધી મહેનત કરે છે તો પણ પરિક્ષા પાસ નથી કરી શકતા.
તમને જણાવી દઈએ કે, શાલિનીએ મે 2011માં યૂપીએસસીની પરીક્ષા આપી હતી. માર્ચ 2012માં ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને મે 2012માં રિજલ્ટ આવી ગયું હતું, જેમાં ઓલ ઈન્ડિયા લેવલે પર તેને 285 રેંક હાંસિલ કર્યો હતો.
ડિસેમ્બર 2012માં હૈદરાબાદમાં ટ્રેનિંગ જ્વોઈન કરી હતી. તેમની 148ની બેચ હતી, જેમાં તે ટોપર હતી. અત્યારે શાલિવી કૂલ્લૂ જિલ્લામાં સુપરિટેન્ડેંટ ઓફ પોલીસ તરીકેની ફરજ બજાવે છે. તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા શિમલામાં સહાયક પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
તેમને આઠ વર્ષની આંધળી છોકરીની હત્યા અને રેપ, તેની સાથે શિમલામાં એક બીજી હત્યાના કેસની તપાસ કરી હતી. જેમાં આરોપીઓને સજા આપવામાં આવી હતી. તેમનું કહેવું છે કે, જ્યારે આરોપિયોને સજા મળે છે તો વર્દી પહેરવા અને લોકોની સેવા કરવામાં તેમનો ઈરાદો વધારે મજબૂત થાય છે.
તેમજ શાલિની પોતાના ગામની પહેલી આઈપીએસ ઓફિસર છે. એક નાનકડા ગામમાંથી નીકળીને આઈપીએસ બનેલી શાલિનીનું કહેવું છે કે તે વાતનો કોઈ ફરક નથી પડતો તે તમે ક્યાથી આવો છો પણ તે વાતથી ફરક પડે છે કે જીવનમાં તમારા શું સપના છે.
લેખન સંકલન- પ્રિયંકા પંચાલ