સત્યનારાયણની કથા કરવાથી ગરીબી તો દુર થાય જ છે, સાથે સાથે તમામ ઈચ્છાઓ પણ પૂરી થાય છે

આ ઘોર કળયુગ મા એકમાત્ર સત્યનારાયણ એક જ સત્ય છે. સત્યને જ નારાયણના રૂપમા પૂજવામા આવે છે.

શ્રી હરિ નારાયણ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. જેને આપણે સૌ કોઈ ભગવાન સત્યનારાયણ ની પૂજા તરીકે ઓળખીએ છીએ.

ભગવાન વિષ્ણુના આ રૂપને સત્યના અવતાર તરીકે માનવામા આવે છે. સૌથી પ્રચીલીત એવી વ્રત કથાના રૂપમા ભગવાન સત્યનારાયણ વ્રતની કથા છે. મનોકામના પૂરી થવાને કારણે ભક્તો આ કથા કરાવતા હોય છે.

ભગવાન સત્યનારાયણ ની પૂજા ક્યારેય કોઈ પણ દિવસે કરી શકાય છે. પરંતુ પૂર્ણિમાના દિવસે તેની પૂજા કરવાનુ અતિ શુભ માનવામા આવે છે.

શ્રી સત્યનારાયણ વ્રત કથા આપણને શીખવાડે છે કે આપણે બધાના સત્યના સ્વરૂપ છીએ. પ્રભુની ભક્તિ કરવી એ આપણો પરમ માનવ ધર્મ છે.

વ્રત કથામાં જણાવવામાં આવે છે કે, સત્યનું પાલન ન કરવાથી માણસો ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે જીવનમાં સત્ય વ્રતનું પાલન નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ.

પૂનમના દિવસે આ કથાનું વાચન નુ વધારે મહત્વ છે. ભક્તો પૂજાના દિવસે કથા દરમિયાન ઉપવાસ રાખે છે. પૂજા વ્રત સવારે અને સંધ્યાકાળે કરી શકાય છે.

સત્યનારાયણ વ્રતની પૂજા પછી પ્રસાદથી વ્રત ખોલવામાં આવે છે. ભગવાન સત્યનારાયણની પૂજા માટે દૂધ, મધ, કેળા, ગંગાજળ, તુલસી, માવો મિક્સ કરીને પંચામૃત બનાવવા માં આવે છે. લોટ બાંધીને તેમાં ખાંડ નાંખીને પ્રસાદ બનાવવામાં આવે છે.

ભગવાન સત્યનારાયણનુ વ્રત અને પૂજા કરવાથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન થઈ જાય છે અને એમની દરેક ઈચ્છાઓ પૂરીપૂર્ણ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,257 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>