શરીર પર થતા મસ્સા અને તલને મૂળમાંથી દૂર કરી નાખશે આ એક પાન

તમે જોયું હશે કે કેમ ઘણા લોકોના ચહેરા કે પછી હાથ પગ ઉપર મસ્સા ની સમસ્યા જોવા મળે છે. અમુક લોકો માટે આ સામાન્ય તો અમુક લોકો માટે આ એક ગંભીર સમસ્યા છે. મસ્સા ત્વચા ઉપર ઉપસેલા જોવા મળે છે. તે કોઈ કેન્સર નથી પરંતુ કાળા કલરના ઉભરાયેલા મગના દાણા જેવા હોઈ શકે છે. એ કોઈ રોગ નથી પરંતુ ઘણી વખત તેના કારણે સુંદરતામાં દાગ લાગતો હોય છે. તેથી લોકો તેને કાઢી નાખવા માટે આતુર હોય છે. મસ્સા નું મેન કારણ હ્યુમન પૈપીલ્લોમા વાયરસ છે. તે શરીર ઉપર પીડા રહિત, કડક, અડદ જેવા, કાળા ભૂરા અને ઉપસેલજેવી જે ફોડકી હોય છે, તેને સંસ્કૃતમાં ‘માષ’ અને સામાન્ય ભાષામાં મસ્સાકહે છે.

જો મસાના લક્ષણો ની વાત કરવામાં આવે તો શરીર ઉપર બેડોળ અને કાળા કલરનો રૂસી જેવો ફેલાવો થવો એ મસ્સા ના લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત તો મસ્સા પોતાની જાતે જ ગાયબ થવા લાગતા હોય છે. પરંતુ અમુક મસ્સા પીડાદાયક અને પરમેનન્ટ હોય છે. તે ઝડપથી ફેલાય છે, અને તેમાંથી ઘણામસ્સા વર્ષો સુધી જળવાઈ રહે છે જેનો ઈલાજ કરવો જરૂરી હોય છે.

તમે એવા ઘણા લોકો જોયા હશે કે જેમના ચહેરા ઉપર આવા કાળા કલરના તલ કે પછી મસ્સા હોય છે. આ પ્રકારના દાગ જેવા મસ્સા ચહેરા ની ખૂબસૂરતીને બેડોળ કરી નાખે છે.આજે અમે તમારા માટે તલ અને મસ્સાથી ઘણો વહેલા છુટકારો મેળવવામાં સરળ ઉપાયજણાવીશું જેની મદદથી તમે લોકો તમારા ચહેરા માંથી તલ કે મસ્સાને ઘણા વહેલાદુર કરી શકશો.

મસ્સા અને તલ દુર કરવા માટે ઘરેલું ઉપાય

મિત્રો જો તમે પણ આ પ્રકારની મસ્સા કે પછી તમને સમસ્યાથી પીડાતા હોય તો તમારે તે પાનની દુકાને થી નાગરવેલનું એક પાન અને થોડો ચૂનો લાવવાનો રહેશે. મિત્રો હવે તમારે આ ચૂના ને ઉપર ફોટો માં બતાવ્યા અનુસાર પાનના નાક ઉપર લગાવીને તલ કે પછી મસ્સા વાળી જગ્યા ઉપર લગાવો. તમારે તેને જ્યાં સુધી સૂકાય નહીં ત્યાં સુધી રહેવા દેવું પડશે. ચૂનો સુકાઈ ગયા બાદ હળવા હૂંફાળા પાણીથી તેને ધોઈ લો.

આમ કરવાથી તમારા ચહેરા પર રહેલા તલ કે પછી મસ્સા એકદમ દૂર થઈ જશે. તલ અને મસ્સા બંને માટે ઉપર જણાવ્યા પ્રમાણે નો પ્રયોગ સૌથી બેસ્ટ રહેશે. આ પ્રયોગની સૌથી મહત્વની વાત એ છે કે તેના દ્વારા કોઈ દાંત પણ રહેશે નહીં. ત્વચા એકદમ સુંદર અને પહેલા જેવી બની જશે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચૂનો તમારે લેવાનો છે જે પાનમાં લગાવવામાંઉપયોગ થાય છે.

જો તમે મસ્સા ને પોતાની જાતે જ ખરી જાય એવું કરવા માંગતા હોય તો તમારે વડના ઝાડના પાંદડાનો રસ મસ્સાના ઉપચાર માટે ઘણો જ અસરકારક હોય છે.

આ ઉપરાંત મસ્સા માં રાહત મેળવવા માટે તમે એક ચમચી હળદર અને એક ચમચી કોથમીર ના રસ નું દરરોજ સેવન કરવું જોઈએ.

મિત્રો બટેટા અને કેળા દ્વારા પણ તમે મસ્સા દૂર કરી શકો છો. આ માટે તમારે ફક્ત બટેટા ની એક સ્લાઈસ લઈને તેના ઉપર કેળાની પેસ્ટ લગાવીને મસ્સા ઉપર રાખીને તેને એક પાટાથી બાંધી લો. અને આવું દિવસમાં બે વખતકરો અને સતત કરતા રહો જ્યાં સુધી કે મસ્સા દુર નથી થઇ જતા.

આ પ્રકારની સમસ્યામાં એરંડીયાનું તેલ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે તલ કે પછી મસાલા વાળી જગ્યા ઉપર નિયમિત રીતે એરંડાનું તેલ લગાવવાથી મસા નરમ પડી જાય છે અને ધીમે-ધીમે દૂર થઇ જશે. તમે એરંડિયાના તેલને બદલે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત મસ્સા ને દૂર કરવા માટે તમે રેગ્યુલર ડુંગળી ઘસવાથી પણ મસ્સા દુર થઇ જાય છે. પપૈયાની ક્ષીર પણ આ પ્રકારની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તમારે ફક્ત પપૈયાની ક્ષીર ને મસ્સા ઉપર લગાવી દેવાની રહેશે થોડા સમયમાં તે દૂર થવા લાગશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,391 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>