સરગવાના સેવનથી ઉતારો શરીરની ચરબી પાણીની જેમ અને જાણો બીજા અનેક ચમત્કારિક ફાયદાઓ વિષે

મોટા ભાગના લોકો સરગવા વિશે તો જાણતા જ હશે. સરગવો સ્વાદિષ્ટ હોય છે. લગભગ દરેક વ્યક્તિને તેનો સ્વાદ ગમતો હોય છે. પરંતુ સરગવાના સ્વાદનો આનંદ માણીએ ત્યારે બહુ ઓછાને એના આરોગ્યપ્રદ ગુણોની જાણ છે. પ્રાચીન કાળથી જ સરગવાની શીંગનો ઉપયોગ અનેક રોગના ઉપચારમાં થતો આવ્યો છે. સરગવાના છોડના મૂળથી લઈને તેના ફૂલ અને પાંદડા સુધી સરગવો ગુણોથી ભરેલો છે.

સ્વાદમાં લાજવાબ એવો આ સરગવો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોએ તેના પાંદડાનો રસ કાઢી તેના કાવો બનાવી પીવાથી રાહત મળે છે. આ સાથે તેનાથી બનાવેલ કાવો પીવાથી ચક્કર, ગભરાહટ અને ઉલ્ટી જેવી સમસ્યામાં રાહત મળે છે.

લોકોના મન લલચાવતો સરગવો નાના બાળકો માટે પણ ખુબ જ ગુણ કારી છે. સરગવામાં કેલ્શિયમ રહેલું હોય છે. જે નાના બાળકો માટે ખુબ જ લાભદાયી નીવડે છે. તેનાથી હાડકા અને દાંત મજબુત બને છે. ગર્ભવતી મહિલા તેનું સેવન કરે તો તેના થનાર બાળકને ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. જેનાથી થનાર બાળક તંદુરસ્ત બને છે

સગવાના પાનમાં અમુક એવા તત્વો હોય છે જે આપડા શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટરોલના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. સરગવાના પાન શરીરમાંથી વધારની ચરબી દુર કરી શરીરને પાતળુ બનાવે છે.

સરગવામાં ભરપુર માત્રામાં વિટામીન એ હોય છે જે ત્વચાની સુંદરતા ટકાવી રાખે છે. આથી જ સરગવાનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવે છે. સરગવામાં રહેલ લોહ તત્વ શરીરમાં લોહીને શુદ્ધ બનાવીને ચહેરાના ખીલ ને દુર કરે છે.

સરગવો પાચનતંત્ર મજબુત કરવા માટે ખુબ લાભકારી છે. તેના માટે સગવાના પાન નો ૧ ચમચી રસમાં ૧ ચમચી મધ અને નારીયેલ પાણી ઉમેરી પીય જાવ. આમ કરવાથી તમને કબજિયાતમાં કાયમ માટે રાહત મળશે, અને તમારું પાચન તંત્ર મજબુત બનશે.

સરગવો પેટની તકલીફો અને ચરબી ઉતારવા ઉપરાંત માથાના દુ:ખાવામાં પણ રામબાણ ઈલાજ છે. માથાનો દુઃખાવો થતો હોય ત્યારે સરગવાના પાનને પીસીને ગરમ પાણી માં ઉકાળી તેનો રસ માથામાં લગાવવાથી ગમે તેવું માથું દુખતું હશે તો પણ તે માટી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,444 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>