સાઉથ કોરિયન સ્માર્ટફોન નિર્માત કંપની સેમસંગ એક મોટું પરિવર્તન કરવા માટે તૈયારીઓ કરી રહી છે. ભારતમાં પોતાના નવા ઓપરેટિંગ સિસ્મટ તાઇઝેન બેસ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. એનો મતલબ એ નથી કે સેમસંગ ભારતમાં પોતાના સ્માર્ટફોન લોન્ચ નહી કરે એવો નથી.
આ માત્ર કંપની પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘તાઇઝેન’ને ભારતમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવા જઇ રહી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા આ ફોનની કિંમત લગભગ 7000 રૂપિયાની આસપાસ હશે.
ઉલ્લેખનીય છે કે ગૂગલે એક નવા ઓપરેટિંગ સિસ્ટમ ‘એન્ડ્રોયડ વન’ને સ્પર્ધા આપવા માટે સેમસંગે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવા જઇ રહી છે. સેમસંગની યોજના દિવાળીની આસપાસ આ નવા ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરવાની છે.
સેમસંગની ઓફિસયલી વેબસાઇટના અહેવાલ પ્રમાણે સેમસંગ તાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમને ભારતના સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રાયસ કરશે. હાલમાં કંપની તાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન Samsung Zને રશિયાના માર્કેટમાં વેચી રહી છે.
જોણો શું છે Samsung Zની ખાસિયતો :
- Samsung Z સિંગલ સિમ સ્માર્ટફોન છે.
- Samsung Zમાં ‘તાઇઝેન’ 2.2.1 ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલે છે
- આમાં 4.8 ઇંચ રિજોલ્યૂશનવાળી HD Super AMOLED સ્ક્રિન લગાવવામાં આવી છે.
- ફોનમાં 2GBની રેમ છે.
- 16GBની ઇન્ટરનલ મેમરી આપવમાં આવી છે જેણે 64GB સુધી વધારી શકાય છે.
- આમાં 2.1 મેઘાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરો પણ આપવમાં આવે છે