સામાન્ય દેખાતી આ વસ્તુનો આ રીતે ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લાભ થવાની સાથે સાથે ઘણી સમસ્યાઓનું કરશે નિવારણ

મિત્રો , પ્રકૃતિ એ આપણ ને અનેક ભેટ પ્રદાન કરી છે અને આ ભેટ મા થી અનેક ઔષધિઓ નુ નિર્માણ કરવા મા આવે છે. હાલ આવી જ એક ચમત્કારીક ઔષધિ વિશે આપણે ચર્ચા કરીશુ. આ ઔષધિ છે ચણોઠી. ચણોઠી ને રત્તિ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ એક વેલ પ્રકાર ની વનસ્પતિ છે.

ચણોઠી ની શિંગો પાકી જાય એટલે વેલ સૂકાઈ જાય છે. ચણોઠી ના ફૂલ ચોળી જેવા હોય છે. આ શિંગ નો આકાર ખૂબ જ નાનો હોય છે. પ્રત્યેક શિંગો મા થી ૪-૫ ચણોઠી ના બીજ નીકળતા હોય છે. ચણોઠી બે પ્રકારે જોવા મળી શકે. આ બંને પ્રકાર ની ચણોઠી ની વેલ તથા શિંગો સમાન જ દેખાશે. પરંતુ તેના બીજ ના કલર જુદા-જુદા હોય છે.

મોટાભાગે જે ચણોઠી મળી આવે છે તેનો કલર અડધો લાલ તથા અડધો કાળો હોય છે અને તેને એક જાત નુ ઝેર પણ ગણવા મા આવે છે. પરંતુ , જો આ ચણોઠી ની ઔષધ બનાવી ઉપયોગ કરવા મા આવે તો સ્વાસ્થ્ય ને અનેક લાભો પ્રાપ્ત થઈ શકે છે. આ ચણોઠી ની ઔષધ બનાવતા પૂર્વે તેમા રહેલુ ઝેર દૂર કરવા મા આવે છે. આ ઉપરાંત ચણોઠી સફેદ રંગ મા પણ મળી શકે.

વ્હાઈટ તથા રેડ એમ બંને પ્રકાર ની ચણોઠીઓ પ્રાપ્ત થાય છે. જે તાવ , વાત , પિત્ત , શ્વાસ ને લગતી સમસ્યા , નેત્ર ને લગતી સમસ્યાઓ , પેટ ના કૃમિઓ વગેરે ને દૂર કરે છે. આ ચણોઠી ખૂબ જ મધૂર , વીર્યવર્ધક , કડવી તથા રુધીર વિકારનાશક હોય છે. ચણોઠી ના બીજ વાતનાશક હોય છે.

ચણોઠી ને ઔષધિ તરીકે ઉપયોગ મા લેવા માટે તથા તેમા રહેલુ ઝેર દૂર કરવા માટે સૌપ્રથમ તેને પાણી મા નાખી તેને ત્રણ કલાક સુધી ઉકાળવી જેથી તેમા રહેલુ ઝેર દૂર થઈ જાય છે. ચણોઠી મા રહેલા વિષેલા તત્વો દૂર થતા તે અસરકારક ઔષધ બને છે. આ ચણોઠી ના મૂળીયા ને પાણી મા ઘસી લગાવવા મા આવે તો સરદર્દ , આંખે અંધારા આવવા , ચક્કર આવવા , રતાંધણાપણા વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે.

આ ઉપરાંત સફેદ ચણોઠી ના પર્ણો નુ સેવન કરવા થી ગળા મા ખરાશ , અવાજ બેસી જવો , ઉધરસ વગેરે સમસ્યાઓ મા થી મુક્તિ મળે છે તથા વાળ ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય લાલ ચણોઠી ના પર્ણો નો રસ કાઢી તેમા જીરુ અને સાકર ઉમેરી તેનુ સેવન કરવા મા આવે તો શરીર મા રહેલી ગરમી દૂર થઈ જાય છે. ભાંગરા ના પર્ણો નો રસ કાઢી તેને પાણી મા ઉમેરી તેમા તલ નુ ઓઈલ મિક્સ કરી શરીર પર લગાવવા મા આવે તો સ્કીન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.


નોંધ :
ચણોઠિ નો ઉપયોગ કરતા પૂર્વે તેને ઉકાળવા નુ ભૂલવુ નહી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,358 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>