સલમાન એશ્વર્યા નહિ પણ બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રી સાથે પરણવા માંગતો હતો, આ હતું અડચણ…

સલમાન ખાન હિરોઈન જૂહી ચાવલા સાથે લગ્ન-ગ્રંથી માં જોડાવા ઈચ્છતો હતો, પણ જૂહી ચાવલા ના પિતાએ એમના આ પ્રસ્તાવ ને નામંજૂરી આપી હતી. આ વાત સલમાનખાને જાતે જ દર્શાવી હતી. હકીકતે, સલમાન નો ૨૬ વર્ષ જૂનો એક વીડિયો-કલીપ સામે આવ્યો છે, જેમાં તેને આ વાતનો ખુલાસો કરતા જોઈ શકાય છે. વીડિયોમાં સલમાનનો અવાજ અને અંદાઝ ઘણો અલગ જ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન, આમિર ખાન, જૂહી ચાવલા, રવીના ટંડન અને દિવ્યા ભારતી વિશે પણ વાતચીત કરતા સાંભળવા મળ્યો હતો.

સલમાને વીડિયો માં પોતાને જ આમિર ખાન ગણાવ્યો

વીડિયો-કલીપ માં સલમાનખાન એક ઈન્ટરવ્યૂ અંતર્ગત પોતાને જ આમિરખાન ગણાવે છે. જોકે, તેને એ વાતનો પણ સ્પષ્ટીકરણ આપ્યું કે તેણે આવું શા માટે કહ્યું? સલમાન ના જણાવ્યા મુજબ હતું કે, તે જ્યાં પણ જાય છે ત્યાંના લોકો તેની માટે નહીં પણ આમિરખાન માટે બુમો પાડતા દૃષ્ટિગોચર થાય છે.


વીડિયો-કલીપ માં સલમાન, જૂહી વિશે વાત કરતા કહી રહ્યો છે કે “તે ઘણી સ્વિટ છે. મે તેના પિતા સાથે અમારા લગ્નની વાત કરી હતી.” પછી સલમાન મોઢુ ચઢાવીને કહે છે કે, જૂહીના પિતાએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યું નહીં. સલમાને જૂહીના પિતા અંગે કહ્યું હતું કે “ખબર નથી તેમને શું જોઈએ છે.”

સલમાને ઈન્ટરવ્યૂ વખતે પોતાના બાળપણ અંગે જણાવ્યું હતું કે, તેને મસ્તી કરવા અંગે ક્યારેય માર ખાવાનો વારો નથી આવ્યો. હાલ સલમાન ખાન ‘દબંગ ટૂર’ માં વ્યસ્ત છે. તે વહેલી તકે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપરા જોવા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,459 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>