એજ ઇઝ જસ્ટ એ નંબર. આ લાઇન્સ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ પર ફિટ નથી બેસતી. ઘણા બોલિવૂડ સ્ટાર્સની ફેન ફોલોઇંગમાં ઉંમરની સાથે સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે કેટલાક સ્ટાર્સને વધતી ઉંમર સાથે રોલ મળવા પણ મુશ્કેલ બને છે. જોકે, દર વર્ષે ફિલ્મી દુનિયામાં અનેક યંગ ટેલેન્ટ્સની એન્ટ્રી થાય છે. જે લોકોમાં કંઇક અલગ હોય છે, એ લોકો ટકી જાય છે. જોકે, બી-ટાઉનના કેટલાક સ્ટાર્સ વધતી ઉંમર સાથે પણ ફિલ્મમાં લીડ રોલ મેળવી રહ્યાં છે, જ્યારે તેમની સરખી ઉંમરના કેટલાક સ્ટાર્સ સ્ક્રીન પર દેખાતા નથી.
શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી
શાહરૂખ અને આદિત્યા પંચોલીનો જન્મ 1965માં થયો હતો. જ્યાં શાહરૂખ એક પછી એક હિટ ફિલ્મ્સ આપી બોલિવૂડમાં કિંગખાનના નામથી ઓળખાવવા લાગ્યો, ત્યાં આદિત્ય પંચોલીનું કરિયર નાના-મોટા રોલ સુધી જ સીમિત રહ્યું.
ઐશ્વર્યા રાય બચ્ચન-મલાઇકા અરોરા ખાન
એશ અને મલાઇકાનો જન્મ 1973માં થયો હતો. જ્યાં એશ ફિલ્મ્સમાં અભિનેત્રી તરીકે ઉભરી અને મલાઇકાનું કરિયર આઇટમ નંબર સુધી જ સીમિત રહ્યું. દિકરીની માતા બન્યા પછી એશ ફિલ્મ્સથી દૂર રહેવા લાગી, જ્યારે બે બાળકોની માતા હોવા છતાં મલાઇકાના લુકમાં કોઇ બદલાવ આવ્યો નથી.
આયશા ટાકિયા-દીપિકા પાદુકોણ
આયશા ટાકિયા અને દીપિકા પાદુકોણનો જન્મ 1986માં થયો હતો. કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યા પછી, આયશાએ લગ્ન કરી લીધા અને ફિલ્મ્સને અલવિદા કહી દીધું. ત્યાં જ ‘ઓમ શાંતિ ઓમ’થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે બી-ટાઉનની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે.
રીતિક રોશન-ફરદીન ખાન
ફરદીન ખાન અને રીતિક રોશનનો જન્મ 1974માં થયો હતો. ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘ફિદા’, ‘નો એન્ટ્રી’ જેવી કેટલીક ફિલ્મ્સ આપ્યા પછી ફરદીન ફિલ્મ્સથી દૂર થઇ ગયો. રીતિકે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે રીતિક હિટ પર હિટ ફિલ્મ્સ આપી રહ્યો છે.
ગ્રેસી સિંહ-કરિના કપૂર ખાન
1980માં જન્મેલ ગ્રેસી સિંહ અને કરિના કપૂરનના બોલિવૂડ કરિયરમાં અંતર રહ્યો. ગ્રેસ ફિલ્મ ‘લગાન’ને લીધે ચર્ચામાં રહી હતી અને પછી ગુમનામ થઇ ગઇ. કરિના બી-ટાઉનની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે.
માધુરી દીક્ષિત-નંદના સેન
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
બન્નેનો જન્મ 1967માં થયો હતો. ‘અબોધ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર માધુરી બી-ટાઉનની ટોપ એક્ટ્રેસમાં સામેલ થઇ. આજે પણ તેના ફેન્સની કોઇ કમી નથી. બીજી બાજુ નંદના સેનના કરિયરનો ગ્રાફ કંઇ ખાસ ના રહ્યો. તેણે પડદા પર વધારે બોલ્ડ પાત્ર ભજવ્યા.