ફરાળી મોરૈયાની ખીચડી બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું. મોરૈયાની ફરાળી ખીચડી, જે ઝડપથી અને આસાનીથી બની જતી એક ફરાળી વાનગી છે. મોરૈયાની ફરાળી ખીચડી વ્રત- ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેમજ નાસ્તા તરીકે પણ બનાવીને ઘરના સભ્યોને ખુશ કરી શકાય. તેમજ તે સૌને પસંદ પડે તેવી ટેસ્ટફુલ વાનગી છે. તો ચાલો બનાવતા શીખીએ પ્રેશર કુકરમાં બનતી મોરૈયાની ફરાળી ખીચડી.

ફરાળી મોરૈયાની ખીચડી બનવવા માટેની સામગ્રી :

  • · 1/2 વાડકી મોરૈયો
  • · 1/2 વાડકી શેકેલા શીંગદાણા
  • · 1 વાડકી બટાકા સમારેલા
  • · 2 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • · 1 ટુકડો આદુ છીણેલું
  • · 2 ચમચી કોથમીર ઝીણી સમારેલી
  • · 1 નંગ ટામેટુ ઝીણુ સમારેલું
  • · 5 થી 7 લીમડાના પાન
  • · 1 ચમચી જીરૂ
  • · 1/2 ચમચી લાલ- મરચુ પાવડર
  • · 1/4 ચમચી લીંબુનો રસ
  • · 1/2 ચમચી હળદર
  • · 1/2 ચમચી તલ
  • · 2 ચમચી તેલ અથવા ધી
  • · સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક2

ફરાળી મોરૈયાની ખીચડી બનાવવા માટેની રીત :

ફરાળી મોરૈયાની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ મોરૈયાને બે થી ત્રણ વાર પાણીથી બરાબર ધોઈ નાખો, પછી શીંગદાણાને શેકી લો, શીંગદાણા ઠંડા થાય એટલે તેની ફોતરી ઉતારી બે ફાડા કરી લો, હવે બટાકાને ધોઈને તેની છાલ ઉતારી નાના નાના ચોરસ ટુકડામાં સમારી લો.3

હવે ગેસ પર પ્રેશર કુકર ગરમ કરવા મુકો, પ્રેશર કુકર ગરમ થાય એટલે તેમાં તેલ અથવા ઘી નાખો. તે ગરમ થાય એટલે તેમાં જીરૂ, તલ અને મીઠા લીંમડાના પાનનો વઘાર કરો. 4તેમાં ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા મરચા, આદુની પેસ્ટ, લાલ મરચુ પાવડર, હળદર અને લીંબુનો રસ નાખી બરાબર હલાવો, હવે તેમાં બટાકાના ટુકડા અને શીંગદાણા નાખી બધુ મીક્ષ કરો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો.6 પાણી ઉકળી જાય એટલે તેમાં ધોયેલો મોરૈયો નાખી તેમાં સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક નાખી પ્રેશર કુકરમાં બે સીટી થાય ત્યાં સુધી ગેસ પર પાકવા દો.7 બે સીટી થઈ જાય એટલે કુકરને ગેસ પરથી ઉતારી ઠંડુ પડે એટલે મોરૈયાની ખીચડીને ચેક કરી લો, તો તૈયાર છે મોરૈયાની ફરાળી ખીચડી, તેને તમે કોથમીર અને દાડમના દાણા વડે ગાર્નીસીંગ કરી ગરમા ગરમ સર્વ કરો.8

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,761 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 35

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>