સફેદ વાળ ને કાળા કરવાના આ ઘરેલુ ઉપાય અપનાવો, તમે સફેદ વાળ મા ડાય કરવાનુ પણ ભૂલી જાશો…

આજ ના સમય ની વાત કરીએ તો વાળ વેલા સફેદ થાય છે જેનું મૂળ કારણ આજ નો ખોરાક તેમજ પ્રદુષણ છે. નાના હોય કે મોટા ઉંમર ને કઈ પણ ધ્યાન રાખ્યા વગર કાળા વાળ પણ થઇ જાય છે સફેદ. તો આજ ના આર્ટીકલ મારફતે અમે તમને એવા રામબાણ ઈલાજો જણાવીશું કે જેનાથી કાયમ માટે સફેદ થયેલ વાળ થોડા જ સમય માં પાછા કાળા થઇ જાશે.

આ વાળ ને કોઈ પણ વિદેશી કલર કે ડાઈ કર્યા વગર કાળા રાખવાનું આપડા આયુર્વેદ માં ઉલેખ છે. આવા મોઘાં કલર કર્યા બાદ તો વાળ વધુ જલ્દી સફેદ થાય છે. તો આજે અમે તમારા માટે વાળ ને સદા માટે કાળા રાખવા આ પ્રાકૃતિક નુસખા વાપરવા ની સલાહ આપીએ છીએ. આનાથી તમારા વાળ કાયમી માટે કાળા, મજબુત અને ભરાવદાર થઇ જાશે.

તો ક્યાં-ક્યાં છે આ ઘરેલું નુસખા :

ભૃગરાજ અને અશ્વગંધા:

ભૃગરાજ અને અશ્વગંધા ના મુળિયા ને વાળ માટે ગુણકારી માનવામાં આવે છે તેને ઘટ્ટ બનાવી નારિયલ તેલ મા ભેળવી વાળના મૂળ મા એક કલાક લગાવી ત્યારબાદ વાળને ગરમ પાણી થી ધોવામા આવે તો વાળ કાળા થાય છે.

ડુંગળી :

નાહવા ની થોડી વાર પેલા ડુંગળી ને છુંદી ને વાળ માં લગાવવા થી સફેદ વાળ કાળા થાય છે તેમજ વાલ મા ચમક ની સાથોસાથ ખરતા પણ નથી.

કાળી ચા અને કોફી :

સફેદ વાળ ને કોફી કે કાળી ચા થી ધોવા માં આવે તો સફેદ થયેલ વાળ કાળા થાય છે તેમજ આ પ્રયોગ એકાતરે કરવો જોઈએ.

દહીં :

સફેદ વાળ ને કુદરતી રીતે કાળા કરવા મેંદી સાથે દહીં ને ભેળવી ને લાગવવા થી થોડાક સમય માં સફેદ થતા વાળ નો રંગ કુદરતી રીતે કાળો થવા લાગશે.

આંબળા :

નાના પણ નાગ ના બચ્ચા કેહવત ને સાચી કરતા એવા આંબળા માત્ર સ્વાસ્થ્ય માટે જ સારા નથી,પરંતુ તેને રોજ ઉપયોગ મા લેવાથી અને મેંદી માં ભેળવી ને લગાવવા થી વાળ કાળા થાય છે.

ગાય નુ દૂધ :

ગાય ને તો સિદ્ધિદાત્રી માનવામાં આવે છે અને જો તેનુ દૂધ વાળ માં લગાવવા માં આવે તો તેનાથી પણ થોડાક સમય માં સફેદ થયેલા વાળ કાળા થાય છે.

મીઠો લીમડો :

નાહવા ના એક કલાક પેલ્લાં મીઠા લીમડા ના પાન ને પાણી મા પલાળી આનાથી વાળ ધોવા માં આવે તો સફેદ થઈ રહેલા વાળ કાળા થવા લાગે છે.

કુંવારપાઠુ :

કુંવારપાઠું અને લીંબુ નો રસ સાથે ભેળવીને વાળ માં લગાવવા માં આવે તો ખરતા અટકે છે અને કાળા થવા લાગે છે.

નારિયલ નુ તેલ :

નારિયલ ના તેલ સાથે લીંબુ ના રસ માપસર ભેળવી ને માથા મા મસાજ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.

દેશી ઘી :

આપળે આપડા વડીલો ને ઘી થી માથા ને મસાજ કરતા જોયા જ હશે કેમકે દેશી ઘી થી વાળ ને બધા પોષક તત્વો મળે છે અને તે કુદરતી રીતે કાળા થવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,250 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>