આ રીતે વધેલી રોટલીમાંથી બનાવો મસ્ત ચટપટો ‘ચેવડો’

રોટલી તો સૌ કોઈના ઘરમાં રોજ બનતી જ હોય છે. પરંતુ રોજ એક જ સવાલ સતાવે છે કે વધેલી રોટલીનું શું કરશું ? સાથે જ બધા બાળકોનો સવાલ સતાવે કે મમ્મી બહુ ભૂખ લાગી નાસ્તામાં શું બનાવ્યું છે. રોજ બાળકોને મેગી અને પાસ્તા નથી આપી સકતાઆપણે તેમના હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો આજે હું લાવી છુ ટેસ્ટી તેમજ હેલ્દી નાસ્તો રોટલીનો ચેવડો..

સામગ્રી:

  • ૩ નંગ રોટલી,
  • ૨ નંગ ડુંગળી,
  • ૧ નંગ મરચું,
  • ૨ કડી લસણ,
  • તેલ શેકવા માટે,
  • ચપટી રાય,
  • મસાલા સ્વાદ મુજબ
  • લીંબુ, નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું.

રીત:

સૌપ્રથમ આપણે રોટલી લઈશું. રોટલી જેટલો ચેવડો બનાવવો હોય એટલી લઇ શકો છો.

આમાં અપડે બોપરની વધેલી રોટલી પણ લઇ શકીએ છે. નહિતર આપણે ગરમ ગરમ બનાવી પણ શકીએ છે

હવે અપડે રોટલી ના નાના નાના ટુકડા કરી લઈશું. જો રોટલી ગરમ બનાવી હોય તો તેને થોડી ઠંડી કરી અને પછી કટકા કરવા.

હવે અકે પેન ગરમ કરી તેમાં અપડે તેલ ગરમ મુકીસું. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં અપડે રાય મુકીસું રાય તતડી જાય એટલે તેમાં લસણ મુકીસું અને તેને સાંતળી લઈસુ.

હવે  તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લઈશું અને ત્યાર બાદ તેમાં મરચા ઉમેરવા અને તેને પણ એકદમ સાંતળી લેવું.

હવે તે લાઈટ બ્રાઉન થઇ જાય ત્યાં સુધી પેનમાં સાંતળી લેવુંને ચમચા વડે પ્રોપર મિક્ષ પણ કરતા જવું.

હવે તેમાં ઉમેરીશું રોટલીના ટુકડા તેને એકદમ હલાવીને સાંતળી લેવું જેથી રોટલી એકદમ સેકાઈ જાય પછી એમાં બધો હવેજ ઉમેરીશું. જેમાં સ્વાદ પ્રમાણે ઉમેરીસું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, ખાંડ અને લીંબુ. બધા મસાલાને રોટલી જોડે પ્રોપર મિક્ષ કરી લો.

તો તૈયાર છે રોટલીનો ગરમા ગરમ ચેવડો જે હેલ્દી પણ છે અને સાથે જ પોષ્ટિક પણ.

નોંધ: રોટલીનો ચેવડો બનાવવામાં તમને જો ખાટુ ના ભાવે તો તમે લીંબુને અવગણી પણ શકો છો. જો વેજીટેબલ ચેવડો બનાવવો હોય તો ડુંગળી મરચાની જોડે ટામેટા, કોબીજ અને તમને ભાવતા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,670 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 81

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>