મિસળ પાવ મહારાષ્ટ્ર ની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. આજે આપને ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા મિસળ પાવની રેસિપિ જોઈશું . મિસળ બનાવવાની ઘણી જુદી જુદી રીત છે. હું નીચે આપેલી રીતે બનાવું છું.
સામગ્રી:-
- 11/2 કપ બાફી ને રાખેલા ફણગાવેલા મગ અને મઠ ( તમે બાફેલા પણ લાઇ શકો),
- 1 કપ બાફેલા સૂકા વટાણા,
- 1 કપ બાફેલા ચણા,
- 2 ચમચા તેલ,
- 3 ટામેટાં,
- 1 ડુંગળી ઝીણી સમારેલી,
- 6-8 કળી લસણ,
- 5-7 મીઠા લીમડાના પાન,
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ,
- 1ચમચી જીરુ,
- 1/2 ચમચી હળદર,
- 1/4 ચમચી હિંગ,
- 1 ચમચી ધાણાજીરું,
- 1 1/2 ચમચી મરચું,
- 1/4 ચમચી ગરમ મસાલો,
- મીઠું સ્વાદાનુસાર.
રીત:-
સૌ પ્રથમ કઠોળને બાફો. ( ચણા, મગ અને વટાણા….આ ઉપરાંત બીજા પણ લઇ શકાય છે)
ત્યારબાદ, 2 ટામેટાં સમારો, ફોલેલું લસણ અને મીઠા લીમડાંના પાન લો.
એક મિક્સર બૉઉલમાં લઇને ક્રશ કરો.
હવે એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ અને હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો.તેમાં વધેલું એક ટામેટું, આદુ મરચાંની પેસ્ટ અને ટામેટાં,લસણ નો ક્રશ નાખીને બરાબર સાંતળો.
હવે ધાણાજીરું, મરચું નાખી ને બરાબર સાંતળો.
ત્યારબાદ બધા જ બાફેલા કઠોળ વારાફરતી ઉમેરતા જાવ ને હલાવતા જાવ.
અને 2 ગ્લાસ પાણી નાખી ને 15 થી 20 મિનિટ ધીમા આંચ પર ઉકાળો.
ગરમ મસાલો અને લીંબુ નાખીને 2 મિનિટ થવા દો. ગેસ બંધ કરો .
મિસળને કોથમીરથી ગાર્નિશ કરીને પાવ અને ચેવડો કે તીખી સેવ સાથે સર્વે કરો.
નોંધ:- મિસળમાં પાણી તમારે જોઈતા રસા મુજબ વધુ ઓછું કરો. વધુ તીખું જોઈતું હોય તો ઉપરથી લસણની ચટણી ઉમેરો. કઠોળ પણ તમારી પસંદગી મુજબ વધુ કે ઓછું કરી શકો છો.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.